ગાયના છાણથી બનાવી શકાય છે ગુજરાતમાં વપરાતો 50 ટકા કાગળ

PC: timesnownews.com

ગાય કે ભેંસના પશુના છાણથી કાગળ બનાવવાની ટેકનોલોજી મળતી થતાં તેની કાગળ મિલ દરેક ગામ અને દરેક પાંજરાપોળ કે ગૌશાળામાં બનાવી શકાય તેમ છે. જેમાં ઓછા રોકાણથી 2 કરોડ પશુનું છાણ કાગળ બનાવવા વાપરી શકાય તેમ છે. છાણમાંથી 7 ટકા કામ આવે છે બાકીનું છાણ ખાતર બનાવવા કે ગોબર ગેસ પ્લાંટ બનાવવા વાપરી શકાય તેમ છે.

ગુજરાતમાં 667 ગૌ શાળામાં 52,428 ગાય અને 283 પાંજરાપોળમાં 1.60 લાખ પશુ મળીને કુલ 814 સંસ્થાઓમાં 2.12 લાખ પશુ છે. બે વર્ષમાં 30 ટકાનો વધારો ગૌશાળા અને પાંજરાપોળમાં થયો છે. જે ખેડૂતો કે પશુપાલકોની ખરાબ હાલત સૂચવે છે. એક કાગળ પ્લાંટ પાછળ રૂ.15 લાખનું ખર્ચ થાય તેમ છે. 1 હજાર સંસ્થાઓમાં 150 કરોડમાં તમામ ગૌશાળાઓમાં તે સ્થાપી શકાય તેમ છે.

દૂધની ડેરીઓ દરેક ગામમાં એક પ્લાંટ સ્થાપે તો સમગ્ર ગુજરાતમાં 10 હજાર પ્લાંટ બનાવીને રૂ1500થી 2 હજાર કરોડથી વધું રોકાણ થાય તેમ નથી. સરકાર તેમાં 50 ટકા મદદ કરે તો તમામ પશુઓના ઘાસચારાનું ખર્ચ કાગળના ઉત્પાદનથી કાઢી શકાય તેમ છે.

સરકાર તેની પાછળ રૂ.50 કરોડનું ખર્ચ કરે છે. એક ગાય 10થી 15 કિલો છાણ આપે છે.

2 કરોડ પશુનું છાણ કાગળમાં ઉપયોગી

દૂધ આપતાં હોય એવા ગુજરાતમાં પશુઓની સંખ્યા 1992થી સ્થિર છે. 2.70 કરોડ પશુમાંથી 99 લાખ ગાય, 1 કરોડ ભેંસ છે. જેમાંથી 2 કરોડ પશુના છાણથી કાગળ બની શકે તેમ છે. એક પશુ દીઠ સરેરાશ 10 કિલો છાણ મળે તો રોજના 20 કરોડ કિલો છાણથી 7 ટકા લેખે 1થી 2 કરોડ કિલો સુકો કાગળ બની શકે છે. જે ગુજરાતના લોકોની જરૂરીયાતના 50 ટકા કાગળ છાણથી બની શકે તેમ છે.

ડેરીઓ ગોબર બેંક બનાવી આપે ગોબરમાંથી સારી આવક મળી શકે છે. દૂધ મંડળી સાથે સરકાર ગોબર બેંક પણ શરુ કરે, તો પશુપાલકોને ભારે ફાયદો થઈ શકે છે. દૂધ ક્રાન્તિ માટે પ્રખ્યાત ગુજરાત હવે ગોબર ક્રાન્તિ તરીકે પણ ઓળખાવા લાગશે.

ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન (કે.સી.સી.) ના એકમ કુમારપ્પા નેશનલ હેન્ડમેડ પેપર ઈન્સ્ટિટ્યૂટ (કેએનએચપીઆઈ) દ્વારા આ કાગળ 2018માં બનાવવામાં આવ્યો છે. ગાયના છાણ અને રાગ કાગળને ભેળવીને હાથથી બનાવેલા કાગળ બનાવવામાં આવ્યા હતા.

જયપુરમાં ખાદી ગ્રામોદ્યોગ પંચે ગોવંશના છાણ માંથી કાગળ બનાવવાનું શરૂ કર્યું છે. ગાયનાં છાણમાં જે પદાર્થો હોય છે, તેના 7 ટકાનો કાગળ બનાવવામાં ઉપયોગ થઇ શકે તેમ છે.  બાકીના 93 ટકામાંથી વેજિટેબલ ડાઇ બની શકે છે.

પ્લાન્ટ પાછળ રૂ.15 લાખનું રોકાણ થાય છે. એક પ્લાન્ટ વડે એક મહિનામાં કાગળની એક લાખ થેલીનું ઉત્પાદન કરી શકાય છે. ખાદી ગ્રામોદ્યોગ પંચ કાગળના પ્લાન્ટ માટે પશુપાલકોને હળવા વ્યાજની લોન આપશે. છાણથી બનેલી નોટબુક હવે શાળામાં મળતી થઈ જશે.

ઘાંસચારાનું ખર્ચ નિકળી જશે

રોજ 8થી 10 કિલો છાણ એક બધદ-ગાય આપે છે. સરકાર તે રૂ.5ના કિલોના ભાવે ખરીદ કરશે. પશુદીઠ રૂ.40થી50ની આવક ઊભી થશે. જે ચારાનું ખર્ચ કાઢી શકે છે.

રખડતા પશુની સમસ્યાનું નિવારણ

ગૌશાળામાં અને પાંજરાપોળમાં કાગળના પ્લાન્ટ બેસાડવામાં આવે તો પૂરક આવક મળતાં દાન પર આધાર ઓછો રાખવો પડે તેમ છે. રખડતાં પશુ રોજ 40થી 50 આપવા લાગે તેમ હોવાથી તેના માલિકો રખડતાં નહીં મૂકે. અમદાવાદ સહિત 8 મહાનગરોમાં ગોબર કાગળ પ્લાંટ બની શકે તેમ છે.

અમેરિકન કેમિકલ સોસાયટી

અમેરિકન કેમિકલ સોસાયટીની બેઠકમાં તેમના તારણો રજૂ કર્યા હતા. છાણ કાગળના ઉત્પાદનો બનાવવા માટે જરૂરી સેલ્યુલોઝમાં સમૃદ્ધ છે. જે કાગળના ઉત્પાદકો માટે પ્રક્રિયા કરવાનું સરળ બનાવે છે. ખાતરનો 40 ટકા હિસ્સો સેલ્યુલોઝ છે.

મોટાભાગના કાગળ કાચા લાકડાને નેનોસેલ્યુલોઝમાં પીસવાથી બનાવવામાં આવે છે.

છાણનો ઉપયોગ લિગ્નીનને દૂર કરવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશનથી કરવામાં આવે છે, સેલ્યુલોઝ રેસાને એકસાથે રાખનારા ગુંદર છે. પ્રોટીન અને મૃત કોષો જેવી અન્ય અશુદ્ધિઓને ફિલ્ટર કરે છે અને કાગળ બનાવવા માટે તૈયાર થાય છે. શુદ્ધ, સફેદ પલ્પ બનાવવા માટે સોડિયમ હાયપોક્લોરાઇટનો ઉપયોગ કરીને બ્લીચ કરે છે.

હવે કાગળ અનેક વસ્તુ માટે વપરાશે

છાણના કુંડા, લક્ષ્મી-ગણેશ, કમલદાન, કુડાદાન, મચ્છર ભગાડવાવાળી અગરબત્તી, જીવ રસાયણો બનાવવા, મીણબત્તી અને અગરબત્તી સ્ટેન્ડ અને ઇનામમાં આપવામાં આવતી ટ્રોફીઓ બનાવવી વગેરે રહેલા છે. આ બધી વસ્તુઓ બનાવવા બાયોવેદ શોધ સંસ્થા કરી રહ્યા છે. હવે તે કાગળની બનાવી શકાશે.

ઇકો-ફ્રેન્ડલી રાખડી

રક્ષાબંધન માટે સુંદર રાખડી ગોબર અને કાગળથી બને છે. રાખડીની ભારે માંગ છે અને તે પર્યાવરણ માટે પણ સલામત છે. ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાની ‘શ્રી કૃષ્ણ ગૌશાળા’ એ ગાયના છાણમાંથી રાખડીઓ બનાવવાની શરૂઆત કરી છે. યુપી, કર્ણાટક, ઓડિશા અને ઉત્તરાખંડથી રાખડીઓના કામ મળ્યા છે. સૂકવણી પછી, ઇકો-ફ્રેંડલી રંગો અને દોરા વપરાય છે.

તબેલામાં સૂકું છાણ બનાવવાની રીત

આણંદના ઝારોલા ગામમાં એક પશુપાલક છે જયેશ પટેલ શરૂઆતમાં તો પાંચ ગાયની ખરીદી કરી હતી અને તબેલાનું શરૂઆત કરી હતી. આજે એમની પાસે 50 ગાયો છે. ગોબર ખેતરોમાં ખાતર તરીકે વપરાશ કરવામાં આવે છે, પણ જયેશ પટેલે બનાવેલું કાઉ ડન્ક ડ્રાયર મશીન ગોબરને પાઉડર બનાવે છે. ટેક્નોલોજીનો ઉપયોગથી ગોબરને ડ્રાય બનાવે છે અને એ ઓર્ગેનિક ખાતરની બેગો બનાવીને વેચે છે. એનો ઉપયોગ અગરબત્તી, ધૂપ, કુંડા, કિચન નર્શરી સહીતની વસ્તુઓમાં થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp