OPEC+ દેશોએ ઉઠાવ્યું આ પગલું, હજુ વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

PC: news18.com

દુનિયાના કાચા તેલના ઉત્પાદક મુખ્ય દેશના સંગઠન OPEC+એ ઉત્પાદનમાં કરવામાં આવી રહેલી કપાતને એપ્રિલ મહિનામાં પણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તેનાથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતમાં ઉછાળો આવ્યો છે. ભારતમાં જો સરકારે ટેક્સમાં ઘટાડો ન કર્યો તો તેનાથી આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં હજુ વધારો થઈ શકે છે. તેનાથી બ્રેન્ટ ક્રૂડ ગુરુવારે 5 ટકા મજબૂતી સાથે 67.55 ડોલર પ્રતિ બેરલ અને અમેરિકી WTI ક્રૂડ 64.50 ડોલર પ્રતિ બેરલ સુધી જતું રહેશે.

ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટ્સ કંટ્રીઝ અને સહયોગી ઉત્પાદક દેશો એટલે કે OPEC+ દેશોએ ગુરુવારે કહ્યું હતું કે, ઉત્પાદનમાં કપાતને એપ્રિલમાં પણ ચાલુ રાખશે. માત્ર 2 દેશ રશિયા અને કઝાકિસ્તાનને જ સામાન્ય ઉત્પાદન વધારાની મંજૂરી આપવામાં આવી છે. OPEC+ દેશોના એ પગલપં ભારત સરકારે તેમને વારંવાર ઉત્પાદનમાં કપાત ન કરવાનો અનુરોધ કરતી રહી છતાં પણ ઉઠાવ્યું છે. ગુરુવારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે દેશમાં ઈંધણની માંગણી ઝડપથી COVID પહેલાના સ્તરમાં વધી રહી છે.

તેમણે કહ્યું કે એવામાં ભારત તેલના ભાવને જવાબદારી અને તાર્કિક સ્તર પર ઈચ્છે છે. ગયા વર્ષે ઉત્પાદક દેશો ખાસ કરીને OPEC+ દેશોએ વૈશ્વિક બજારને આશ્વસ્ત કર્યું હતું કે વર્ષ 2021ની શરૂઆતમાં માંગણી વધવા સાથે ઉત્પાદનને પણ તેના અનુરૂપ કરી દેવામાં આવશે, પરંતુ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે ઉત્પાદન અત્યાર સુધી સામાન્ય થઈ શક્યું નથી. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, તમે જો પુરવઠો ઉચિત સ્તર પર નહીં રાખો, માંગણી અને પુરવઠામાં જો કુત્રિમ અંતર બન્યું રહેશે તો ભાવ વધશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ છે. કેટલાક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા લીટર પાર જતું રહ્યું છે. એવામાં સરકાર પર આ વાત માટે દબાવ વધી રહ્યો છે કે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવે, પરંતુ સરકાર એ ભરોસા પર બેઠી છે કે OPEC+ દેશ તેલના ઉત્પાદનની કપાત રોકશે. OPEC+ દેશોએ સ્પષ્ટ રીતે ભારતના અનુરોધ પર ધ્યાન આપ્યું નથી. તેનાથી કાચા તેલની કિંમતો આગામી દિવસોમાં હજુ વધશે અને આગામી દિવસોમાં તેલ કંપનીઓ ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવા મજબૂર હશે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 91.17 રૂપિયા અને ડીઝલ 81.47 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp