ગુજરાતમાં મોંઘુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, નીતિન પટેલે જુઓ શું કહ્યું

PC: india.com

મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને મિઝોરમ પછી હવે કોરોના સંકટથી ખાલી થયેલી તિજોરી ભરવા માટે વધુ એક રાજ્ય સરકાર પેટ્રોલ-ડીધલ પર VAT વધારવાનું વિચારી રહી છે. આ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે કે, રાજ્ય સરકાર લોકડાઉનને કારણે રેવેન્યૂમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણો પર VAT વધારવાનો વિચાર કરી રહી છે. જોકે, શુક્રવારે પણ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.26 રૂપિયા અને ડીઝલનો ભાવ પણ 69.39 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.

GSTમાં ઘટાડાને કારણે અગત્યનો રેવેન્યૂ ગુમાવ્યો

એવામાં મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને મિઝોરમ પછી હવે કોરોના સંકટથી ખાલી થયેલી તિજોરી ભરવા માટે હવે ગુજરાત સરકાર પણ પેટ્રોલ અને ડીઝલ પર VAT વધારવાનો વિચાર કરી રહી છે. ગુજરાત સરકાર હાલમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર 21 ટકા ટેક્સ વસૂલ કરી રહી છે. જેમાં 17 ટકા VAT અને 4 ટકા ઉપકર હોય છે. નિતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં VATની દરો અને ઈંધણની કિંમતો બંને દેશમાં સૌથી ઓછી છે. તેમણે ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, અમે GSTમાં ઘટાડાને કારણે અગત્યનો રેવેન્યૂ ગુમાવ્યો છે. કારણ કે લોકડાઉનને કારણે વ્યવસાયો બંધ હતા. અમે લોકડાઉનથી પ્રભાવિત લોકો માટે રાહત પેકેજ જાહેર કરવામાં વધારે વ્યય પણ કર્યો છે.

રાજ્યમાં ઈંધણની કિંમતો દેશમાં સૌથી ઓછી છે

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર લોકડાઉનને કારણે રેવેન્યૂમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણો પર VAT વધારવાનો વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઈંધણની કિંમતો દેશમાં સૌથી ઓછી છે, કારણ કે અમારો VAT પણ સૌથી ઓછો છે. અમુક વિશેષજ્ઞોએ VAT વધારવાનો અને તેને અન્ય રાજ્યોની બરાબર લાવવા માટે સલાહ આપી છે. જેનાથી અમને કોરોના વાયરસની સામે લડવાની સાથે સાથે જે વ્યય થયો છે તેની ભરપાઈ કરવામાં પણ મદદ મળશે. જોકે, તેમણે કહ્યું છે કે, આ વિશે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp