હોટલમાં જમવા જાઓ તો સર્વિસ ચાર્જ નહીં ચૂકવતા, જાણો કેન્દ્ર સરકારે શું ચેતવણી આપી

PC: jantaserishta.com

કેન્દ્ર સરકારે ગ્રાહકો પાસેથી બળજબરીથી સર્વિસ ચાર્જ વસૂલવા સામે રેસ્ટોરાંને ચેતવણી આપી છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગે ચેતવણી જાહેર કરી છે. જો રેસ્ટોરાં માલિકો આ ચેતવણી બાદ પણ નહીં સુધરે તો તેમની સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે.

રેસ્ટોરાંમાં ગ્રાહકો પાસેથી બળજબરીથી સર્વિસ ચાર્જ વસૂલનારાઓ સામે કેન્દ્ર સરકાર હવે ખૂબ જ કડક કાર્યવાહી કરશે. ગ્રાહક બાબતોના વિભાગે 2જી જૂને નેશનલ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) સાથે બેઠક બોલાવી છે. જેમાં નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન પર ફરિયાદો નોંધ્યા બાદ જબરદસ્તી સર્વિસ ચાર્જના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

ગ્રાહક બાબતોના સચિવે પત્રમાં કહ્યું છે કે, ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા માટે મજબૂર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ ચાર્જ રેસ્ટોરાં દ્વારા મનસ્વી રીતે ઊંચા દરે નક્કી કરવામાં આવે છે. જ્યારે ગ્રાહકો બિલની રકમમાંથી આવા શુલ્ક દૂર કરવાની વિનંતી કરે છે, ત્યારે તેમને સર્વિસ ચાર્જ કાયદેસર હોવાનું કહીને ગેરમાર્ગે દોરવામાં આવે છે.

આ ગાઈડલાઈન વર્ષ 2017મા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ બનાવવામાં આવી હતી. આ માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોઈ પણ રેસ્ટોરાં કોઈ પણ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા દબાણ કરશે નહીં. જો કોઈ રેસ્ટોરાં તેના આધારે ગ્રાહકને પ્રવેશતા અટકાવે છે, તો તેને પ્રતિબંધિત ટ્રેડ પ્રેક્ટીસ તરીકે ગણવામાં આવશે.

જો રેસ્ટોરાં માલિક ગ્રાહકની સંમતિ વિના સર્વિસ ચાર્જ લે છે, તો તે ગેરકાયદેસર છે. ગ્રાહક સર્વિસ ચાર્જ ચૂકવવા માટે બંધાયેલો નથી. હવે ગ્રાહક રેસ્ટોરાંમાં સર્વિસ ચાર્જ ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરી શકે છે.


કેન્દ્ર સરકાર દ્વારા 21 એપ્રિલ 2017ના રોજ સર્વિસ ચાર્જ અંગે જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે, કેટલીક હોટલો અને રેસ્ટોરાં ગ્રાહકની સંમતિ વિના ટિપ અથવા સર્વિસ ચાર્જ વસૂલતી હોવાનું ધ્યાન પર આવી રહ્યું છે. કેટલીક વખત, બિલમાં સર્વિસ ચાર્જ ચૂકવ્યા પછી પણ, ગ્રાહકો એમ સમજીને વેઇટરને અલગથી ટિપ આપે છે કે, બિલમાંનો ચાર્જ ટેક્સનો ભાગ હશે. ઘણી જગ્યાએ હૉટલ અને રેસ્ટોરાંમાં એવું પણ લખવામાં આવે છે કે જો ગ્રાહક ફરજિયાતપણે સર્વિસ ચાર્જ ચૂકવવા માટે સંમત ન હોય તો આવવું નહીં.

રિપોર્ટ અનુસાર, તેમાં ફૂડની કિંમત લખેલી છે, એવું માનવામાં આવે છે કે ફૂડની કિંમતની સાથે સર્વિસ ચાર્જ પણ જોડાયેલો છે. બિલમાં સ્પષ્ટપણે લખવું જોઈએ કે સર્વિસ ચાર્જ ગ્રાહકના વિવેક પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp