કેન્દ્ર સરકારે કોરોનાની દવા પર GST હટાવવાની ના પાડી, સીતારમને આપ્યું આ કારણ

PC: timesnownews.com

કેન્દ્રની મોદી સરકારે કોરોનાની દવા, વેક્સીન અને ઓક્સિજન કંસંટ્રેટર્સની ઘરેલૂ સપ્લાઇ તથા કમર્શિયલ ઈમ્પોર્ટ પર GST હટાવવાની ના પાડી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે જો GST હટાવી દેવામાં આવશે તો સામાન્ય ગ્રાહકો માટે આ દરેક સામાનો મોંઘા થઇ જશે. GST હટાવ્યા બાદ તેમના નિર્માતા ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતો કાચો માલ બીજા સામાનો પર ચૂકવવામાં આવેલા ટેક્સ માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ(ITC)નો દાવો કરી શકશે નહીં.

GST હટાવ્યા પછી કંપનીઓ આખો ખર્ચો સામાન્ય ગ્રાહકો પાસેથી જ વસૂલ કરશે

દેશમાં આ સમયે વેક્સીનને પૂરી પાડવા અને કમર્શિયલ આયાત પર 5 ટકા GST લાગે છે. તો કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અને ઓક્સિજન કંસંટ્રેટર્સ પર 12 ટકા GST લાગૂ છે. નાણામંત્રી સીતારમને આ સામાનો પર GSTમાં છૂટ આપવાની માગ પર ટ્વીટ કરી જવાબ આપ્યો છે કે જો વેક્સીન પર પૂરેપૂરી 5 ટકાની છૂટ આપી દેવામાં આવે તો વેક્સીન નિર્માતાઓને કાચા માલ પર આપવામાં આવેલા ટેક્સની છૂટનો લાભ મળશે નહીં. એવામાં તેઓ આ ભારને ગ્રાહકો પાસેથી વસૂલ કરશે. GST લાગવાને લીધે નિર્માતાઓને ITC લાભ મળે છે. જો ITC વધારે હોય છે તો તેઓ રિફંડનો દાવો કરી શકે છે. માટે GST પર છૂટ આપવા પર ગ્રાહકોને નુકસાન થશે.

100 રૂપિયાના IGSTમાં રાજ્યોને મળે છે 70.50 રૂ.

સીતારમને કહ્યું કે, જો એકીકૃત IGST તરીકે કોઇ સામાન પર 100 રૂપિયા મળે છે તો તેમાંથી કેન્દ્રીય CGST અને રાજ્ય SGST તરીકે અડધી અડધી રકમ બંનેના ખાતામાં જાય છે. આ ઉપરાંત કેન્દ્રને કેન્દ્રીય GST તરીકે મળતી રકમમાં 41 ટકા ભાગ પણ રાજ્યોને આપવામાં આવે છે. આ રીતે દરેક 100 રૂપિયામાંથી કુલ 70.50 રૂપિયા રાજ્યોનો ભાગ હોય છે. 5 ટકાના દરે GST વેક્સીન બનાવનારી કંપનીઓ અને સામાન્ય લોકોના હિતમાં છે.

જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદીને એક પત્ર લખ્યો છે. જેમાં કોરોના દવાઓ પર GST હટાવવાની માગ કરવામાં આવી હતી. જેનો જવાબ નાણામંત્રીએ આજે એક પછી એક 15 ટ્વીટ કરી આપી દીધો છે.  કેન્દ્ર સરકાર કોરોનાની સારવારમાં ઉપયોગ થનારા સામાનો પર પહેલાથી જ IGST અને કરોમાં છૂટ આપી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp