આ 3 શેરોએ આપ્યું તાબડતોબ રિટર્ન, એક મહિનામાં પૈસા થયા ડબલ

PC: etmoney.com

ભારતીય શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બન્ને પાછલા એક મહિનામાં ચાર ટકાથી વધારે ઉછળ્યા છે. બજારની આ જોરદાર તેજી વચ્ચે કેટલાક એવા શેર છે, જેમણે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ શેરોમાં વેસ્ટ લીઝર રિસોર્ટ્સ લિમિટેડતી લઇને સપ્રતર્ષિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સુધી શામેલ છે. શેર માર્કેટમાં ખરા સ્ટોકનું સિલેક્શન કરવું ખૂબ જ અઘરું છે.

કેટલાક સ્ટોક એવા હોય છે, જે રોકાણકારોને કંગાળ બનાવી દે છે. કેટલાક એવા પણ હોય છે, જે જોત જોતામાં રોકાણકારોના પૈસાને ડબલ કરી દે છે. તમને ત્રણ એવા શેર વિશે કહી રહ્યા છે, જેમાં રોકાણકારોને જોરદાર કમાણી થઇ છે.

સપ્તર્ષિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના શેરોએ પોતાના રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. 25 સપ્ટેમ્બરના રોજ આ સ્ટોક BSE પર 4.97 ટકાની તેજી સાથે 27.88 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 1લી નવેમ્બરના રોજ આ સ્ટોકની કિંમત 13.49 રૂપિયા હતી. લગભગ એક મહિનામાં જ સપ્તર્ષિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના શેરોએ જોરદાર ઉડાણ ભરી છે અને 127.59 ટકા ઉછળ્યો છે. પાછલા મહિને આ સ્ટોકમાં 106.67 ટકાની તેજી આવી છે. તેનો 52 વીક હાઇ લેવલ 27.88 રૂપિયા છે, જે તેણે વિતેલા શુક્રવારે બનાવ્યો હતો. આ સ્ટોક તુટીને 10 રૂપિયાના 52 વીકના લો લેવલ સુધી પહોંચ્યો છે.

વેસ્ટ લીઝર રિઝોર્ટના શેરોએ પણ પોતાના રોકાણકારોને જોરદાર કમાણી કરાવી છે. પાછલા થોડા દિવસોથી આ સ્ટોકમાં અપર સર્કિટ લાગી રહી છે. વિતેલા શુક્રવારે કંપનીનો શેર BSE પર પાંચ ટકાની તેજી સાથે 569.80 રૂપિયા પર બંધ આવ્યો હતો. 31મી ઓક્ટોબર 2022ના રોજ આ સ્ટોક 261.95 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. એ રીતે વેસ્ટ રીલિઝ રિસોર્ટ્સના શેરોએ પાછલા એક મહિનામાં 117 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે અને તેના રોકાણકારોએ સારો નફો કમાયો છે.

ઇવાન્સ ઇલેક્ટ્રિકનો શેર પાછલા એક મહિનામાં 88 રૂપિયાથી 242 રૂપિયા સુધી પહોંચ્યો છે. ગયા શુક્રવારે આ કંપનીનો શેર પાંચ ટકાની તેજી સાથએ 242.05 રૂપિયા પર ક્લોઝ થયો હતો. એક નવેમ્બરના રોજ આ સ્ટોક 88 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યો હતો. તેની તેજીને જોઇએ તો પાછલા એક મહિનામાં આ સ્ટોક 175 ટકા ઉછળ્યો છે અને તેના રોકાણકારો માલામાલ થઇ ગયા છે. શુક્રવારે ઇવાન્સ ઇલેક્ટ્રિકનો શેર પોતાના 52 વીક હાઇ લેવલ પર 242.05 રૂપિયા પર પહોંચ્યો હતો. તેનું 52 વીકનું લો લેવલ 63.20 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp