JRD Tataએ 81 વર્ષ પહેલા જેમની મદદ કરી હતી, બાદમાં તેઓ દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા

PC: scoopwhoop.com

દુનિયાની શ્રેષ્ઠ મલ્ટીનેશનલ કંપનીઓમાંથી એક છે ટાટા ગ્રુપ. જેની સ્થાપના જમશેદજી નૌશરવાનજી ટાટા (JN Tata)એ કરી હતી. ટાટા ગ્રુપ શરૂઆતથી જ બિઝનેસની સાથે જરૂરિયાતમંદોની મદદ એટલે કે ચેરિટી કરવામાં અગ્રણી રહ્યું છે. જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા એટલે કે JRD Tataનું મન પણ સમાજ સેવામાં લાગતું હતું. તેમણે ઘણાં લોકોની મદદ કરીને તેમને આગળ વધાર્યા. તેમાંથી જ એક આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા.

વાત થઇ રહી છે, 1997માં દેશના રાષ્ટ્રપતિનું પદ સંભાળનારા વ્યક્તિ કે.આર. નારાયણન ની. 81 વર્ષ પહેલા જાણ્યા વિના JRD Tataએ તેમની મદદ કરી હતી. ટાટા સન્સના બ્રાન્ડ કસ્ટોડિયન હરીશ ભટ્ટે JRD Tata અને કે.આર. નારાયણન સાથે સંકળાયેલી એક સ્ટોરી લિંક્ડઈન પર શેર કરી છે.

હરીશે જણાવ્યું કે, કઇ રીતે JRD Tataએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ કેઆર નારાયણનની મદદ કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, જ્યારે પ્રતિભાશાળી અને યુવા નારાયણને ત્રાવણકોર યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કરી તો તેઓ ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા ઈંગ્લેન્ડ જવા માગતા હતા. પણ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી.

JRD Tataએ એંડોમેન્ટ લેટર લખીને તેમને 16 હજાર રૂપિયાની શિક્ષણવૃત્તિ અપાવી અને 1000 રૂપિયા લોનના રૂપમાં અલગથી અપાવ્યા. તેમની મદદ પછી કે.આર.નારાયણન ઈંગ્લેન્ડ ગયા અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એડમિશન લીધું. 1949માં તેઓ ભારતીય વિદેશ સેવામાં સામેલ થયા અને 1992માં ભારતના ઉપ રાષ્ટ્રપતિ બન્યા. 1997માં તેમને દેશના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા.

આ રીતે અજાણ્યામાં JRD Tataએ દેશના રાષ્ટ્રપતિ પદ પર બેસનારા કે. આર.નારાયણનની મદદ કરી હતી.

JRD Tata ભારતના પહેલા લાયસન્સધારી પાયલટ

જણાવી દઇએ કે, JRD Tata 1929માં ભારતના પહેલા લાયસન્સધારી પાયલટ બન્યા. તેઓ સેનામાં કામ કરવા માગતા હતા. ફ્રાન્સની સેનામાં તેમણે તાલીમ પણ લીધી હતી, પણ પોતાના પિતાના નિધન બાદ તેમણે બિઝનેસ સંભાળવો પડ્યો. JRD Tataએ જ ભારતમાં સૌથી પહેલા કમર્શિયલ વિમાન સેવા ટાટા એયરલાઈન્સની શરૂઆત કરી હતી. ટાટા એયરલાઇન્સ આગળ ચાલીને 1946માં એયર ઈન્ડિયા બની ગઇ. ભારતમાં એયરલાઇન્સની શરૂઆત કરવાના કારણે જ JRD Tataને દેશની વિમાન સેવાના પિતા પણ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp