CM રૂપાણીના 1460 દિવસ: આ મુખ્યમંત્રીનો રેકોર્ડ તોડ્યો?

PC: india.com

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાસનના 1460 દિવસ પૂરા કર્યા છે, એટલે કે 7મી ઓગસ્ટ 2016માં મુખ્યમંત્રીપદે નિયુક્ત થયેલા રૂપાણીએ ચાર વર્ષ પૂર્ણ કર્યાં છે અને હજી તેઓ બીજા બે વર્ષ સુધી એટલે કે વિધાનસભાની ચૂંટણી સુધી શાસન કરે તેવી સંભાવના છે. શાસનના ચાર વર્ષમાં રૂપાણીને પાર્ટીના અંદરના નેતાઓએ ઘેરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેઓ ચૂપચાપ તેમનું શાસન કરી રહ્યાં છે. દર છ મહિને એટલે કે અત્યાર સુધીમાં આઠ વખત તેમને બદલવાની અટકળો તેજ બની હતી પરંતુ તેઓ ચાર વર્ષથી યથાવત છે.

ગુજરાતના 16મા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓગસ્ટના શ્રાવણ માસમાં તેમના શાસનના 1460 દિવસ પૂરાં કર્યા છે. તેમણે 2019ના અંતિમ મહિના ડિસેમ્બરમાં રાજ્યના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતાના કુલ શાસન જેટલા એટલે કે 1238 દિવસોનો રેકોર્ડ તોડ્યો હતો. તેમની ખુરશી આજેપણ સલામત છે. તેમને કોઇ ટેન્શન નથી.

2022 સુધી તેઓ 20-20 ક્રિકેટ મેચ જેવી ઇંનિગ્સ ખેલવાના છે, કારણ કે આ વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ઇલેક્શન તેઓ પાર કરવાના છે. વિજય રૂપાણીએ માત્ર જીવરાજ મહેતાના શાસનનો જ નહીં તે ઉપરાંત બળવંત મહેતા (738), ધનશ્યામ ઓઝા (488), બાબુભાઇ જસભાઇ પટેલ (1253), છબીલદાસ મહેતા (391), સુરેશચંદ્ર મહેતા (338), શંકરસિંહ વાઘેલા (370), દિલીપ પરીખ (128) અને આનંદીબહેન પટેલના (808) દિવસના શાસનનો રેકોર્ડ તોડ્યો છે.

હવે તેમણે ઓગસ્ટ 2020માં કેશુભાઇ પટેલના 1312 દિવસનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતની ગાદી પર ત્રણ મુખ્યમંત્રી એવા આવ્યા છે કે જેમના શાસનના રેકોર્ડ તોડવા મુશ્કેલ છે જેમાં પહેલા હિતેન્દ્ર દેસાઇ છે કે જેમણે 2062 દિવસનું અને માધવસિંહ સોલંકીએ 2019 દિવસ સુધી શાસન કર્યું છે, ત્રીજા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે કે જેમણે સૌથી વધુ 4610 દિવસ સુધી રાજ્યનું વાયબ્રન્ટ સુકાન સંભાળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp