અમદાવાદની એક સ્કૂલ વાનમાં ભર્યા 22 બાળકો, ચાલુ વાને 3 બાળકો રસ્તા પર પટકાયા

PC: youtube.com

રાજ્યમાં સ્કૂલ વાન શાળાએ જતા બાળકો માટે જીવલેણ સાબિત થઇ રહ્યા છે. ઘણી વાર સ્કૂલ વાનમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવે છે. ત્યારે હવે અમદાવાદની એક સ્કૂલ વાનમાં નિયમ કરતા વધારે વિદ્યાર્થીઓને ભરવામાં આવતા ચાલુ વાનમાંથી ત્રણ બાળકો રસ્તા પર પટકાયા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીનીને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

એક રીપોર્ટ અનુસાર અમદાવાદની પંચામૃત સ્કૂલની એક વાન બગડવાના કારણે 12 બાળકોની કેપીસીટી ધરાવતા સ્કૂલ વાનમાં 22 જેટલા બાળકોને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. જેના કારણે વેનનો દરવાજો બરાબર રીતે બંધ થયો ન હતો. જયારે વાહન રસ્તા પરથી ટર્ન લેતુ હતું. ત્યારે વાનનો દરવાનો એકાએક ખુલી ગયો હતો અને ત્રણ બાળકો જમીન પર પટકાયા હતા. આ ઘટનામાં ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીનીને ગંભીર ઈજાઓ થવા પામી છે. ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા લોકો એકઠા થઇ ગયા હતા અને વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાને પગલે ત્રણેય વિદ્યાર્થીના વાલીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ બાબતે RTO અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી સ્કૂલવાન અને સ્કૂલ બસના ચેકિંગની કાર્યવાહી શરૂ છે. અમને સ્પોટની માહિતી મળશે અને સ્કૂલની માહિતી મળશે એટલે તેના પર તુરંત કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે વાલીઓ અને સ્કૂલ સંચાલકોએ સજાગ થવું પડશે. અમે શિક્ષણ અધિકારીને પણ એક પત્ર લખ્યો છે અને તેઓ જયારે શાળાનાં સંચાલકો સાથે મીટીંગ કરે ત્યારે અમને બોલાવવાનું પણ તેમાં જણાવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp