અમદાવાદના આ વિસ્તારની 55 સોસાયટીમાં લાગુ થયું લોકડાઉન

PC: dainikbhaskar.com

રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસો અમદાવાદમાં નોંધાયા છે. જેથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓને શોધી કાઢવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ જગ્યા પર કેમ્પ કરીને લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેથી કોરોના સંક્રમિત વ્યક્તિઓને શોધી શકાય અને તેમની સારવાર સમયસર કરી શકાય. તેવામાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી રોડ પરની કેટલીક સોસાયટીઓએ લોકડાઉનનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં રાધાસ્વામી રોડ પર આજથી 10 દિવસ સુધી 55 જેટલી સોસાયટીઓમાં લોકડાઉન લાગુ થયું છે. રાધાસ્વામી રોડ પર આવેલી અલગ-અલગ સોસાયટીઓમાં એક અઠવાડિયાની અંદર 6 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હોવાના કારણે તમામ સોસાયટીના રહીશોએ સાથે મળીને 10 દિવસના સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે.

સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, દિવાળીનો તહેવાર આવે છે અને તેના કારણે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અમદાવાદના રાણીપ વિસ્તારના રાધાસ્વામી રોડ પર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સ્વયંભૂ લોકડાઉન સમગ્ર વિસ્તાર માટે નથી પરંતુ રાણીપ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી રોડ પર પંચશીલ સંકુલની અંદર આવેલી 55 જેટલી સોસાયટીઓ માટે લાગુ કરવામાં આવ્યુ છે. 55 સોસાયટીઓમાંથી અત્યાર સુધીમાં કોરોનાના 55થી 60 જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે અને છ લોકોના મોત નિપજ્યા છે. તેને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો દ્વારા વિચાર કરવામાં આવ્યો કે, આપણે લોકોએ ઘરમાં સુરક્ષિત રહેવું જોઈએ અને પોતાના જીવ બચાવવા જોઈએ અને પરિવારનું રક્ષણ કરવું છે. આ માટે લોકડાઉન રાખવામાં આવ્યુ છે. આ ઉપરાંત અલગ-અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, જો તમારે પોતાનો પરિવાર બચાવવો હોય અને પરિવારના સભ્યોને સુરક્ષિત રાખવો હોય તો ઘરમાં રહેવું પડશે. આ હેતુથી જ આ લોકડાઉન કરવામાં આવ્યુ છે.

લોકડાઉનને લઈને લોકોમાં જાગૃતિ આવે એટલા માટે રાણીપ નાગરિક વિકાસ સંઘ અને ગુડ ફિલ સામાજિક વિકાસ સંસ્થા દ્વારા અલગ-અલગ જગ્યા પર બેનરો લગાવવામાં આવ્યા છે અને બેનરમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોનાનાં ખોફથી સ્વયંભૂ લોકડાઉન અને આ લખાણની નીચે લખવામાં આવ્યું છે કે, રાણીપમાં રાધાસ્વામી રોડ પર લોકડાઉન તારીખ 26-10-2020થી 4-11-2020 સુધી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp