એક મિનિટમાં 426 કન્ફર્મ ટિકિટ બુક કરીને આ અમદાવાદીએ IRCTCની સુરક્ષાની પોલ ખોલી

PC: rackcdn.com

IRCTC તેના ઓનલાઇન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મને સતત મજબૂત કરવાની કોશીશ કરી રહ્યું છે જેથી કોઈ પણ નિયમોનો ભંગ કરીને રેલ ટિકિટ બુક ન કરી શકે. IRCTCએ નવી બુકિંગ સાઇટ પણ શરૂ કરી, પરંતુ તેના પ્રયત્નો સફળ થયા નથી. ગુજરાતના એક ટિકિટ બુકિંગ એજન્ટે IRCTCની તૈયારીઓની પોલ ખોલી નાખી. આ અમદાવાદી એજન્ટે એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં 426 રેલ્વે ટિકિટ બુક કરી હતી.

IRCTC તરફથી પ્રમાણિત કરાયેલી ટિકિટ બુક કરવામાં સામાન્ય રીતે 90 સેકન્ડ લાગે છે, પરંતુ અમદાવાદના મોહસીન ઇલ્યાસભાઇ જલિયાંવાલાએ એક મિનિટમાં જ 11.17 લાખ રૂપિયાની 426 ટિકિટ બુક કરાવી છે. RPFના ઇન્સ્પેક્ટર ગ્રેસિઆસ ફર્નાન્ડિસે જણાવ્યું હતું કે જલિયાંવાલાએ 30 કે 45 સેકન્ડમાં ટિકિટ બુક કરાવી હતી અને તમામ ટિકિટ પ્રમાણિત મળી હતી. રેલવે ટિકિટ એજન્ટ તેની વ્યક્તિગત ID સાથે ટિકિટ બુક કરાવી શકતો નથી, પરંતુ જલિયાંવાલાએ ઘણી ખાનગી IDનો ઉપયોગ કરીને ઘણી ટિકિટ બુક કરાવી છે.

એવું લાગે છે કે ટિકિટની ગેરકાયદે બુકિંગ માટે બજારમાં ઉપલબ્ધ ઘણા પ્રકારના સોફ્ટવેરમાંથી એકનો ઉપયોગ થયો છે. દરમિયાન, RPFએ જલિયાંવાળા સામે ગુનો નોંધ્યો છે. જલિયાંવાલા ફરાર છે. આ 426 ટિકિટમાંથી 139 પર પ્રવાસ શરૂ થયો નથી.

અધિકારીઓએ આ 139 ટિકિટોને રદ કરી છે અને જેમના નંબર હાજર હતા તેવા મુસાફરોને જાણ કરી છે. આ 139 ટિકિટની કિંમત 5.21 લાખ રૂપિયા છે. હજી સુધી, 287 ટિકિટ પર મુસાફરોએ તેમની મુસાફરી પૂર્ણ કરી છે. RPFએ સુરેન્દ્રનગરની મુસાફરી કરનાર એક વ્યક્તિની શોધ કરી હતી. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે જલિયાંવાલાએ હરિદ્વારની ટિકિટ બુક કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp