અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગનું મોટું ઓપરેશન, જાણીતા બિઝનેસમેન પર ITના દરોડા

PC: khabarchhe.com

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘણા સમય બાદ અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા. અમદાવાદના જાણીતા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ પર ઇનકમ ટેક્સના દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે. જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર ITના દરોડા પડ્યા છે.

અમદાવાદ ઇનકમ ટેક્સ દ્વારા જે કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે તેના મલિક કમલેશ પટેલ છે અને તે ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલુશન્સ બ્રાન્ડ બનાવતી કંપનીઓમાંની એક છે. 

અમદાવાદ ઇનકમ ટેક્સ વિભાગ આજે સક્રિય થતા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડના વિવિધ સ્થળો પર ઇનકમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી મળતા સમાચાર મુજબ લગભગ 35 થી 40 ઠેકાણા પર ITએ રેડ પડી છે. અમદાવાદમાં આવેલી ઓફિસ, હિંમતનગરમાં આવેલી ફેક્ટરી તેમજ અમદાવાદમાં રહેતા તેના ભાગીદારો પર પણ ઇનકમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે.

અમદાવાદ ITનું આ મેગા ઓપરેશન છે પ્રાપ્ત સમાચાર મુજબ દરોડામાં ગુજરાત બહાર પણ ઇનકમ ટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસના મોટા કાફલા સાથે અને IT વિભાગના 200 અધિકારો દરોડાની કાર્યવાહી કરી રહી છે. મોરબીમાં આવેલી જોઈન્ટ વેન્ચરમાં પર દરોડો પાડવામાં આવ્યો છે. કમલેશ પટેલ, કાલિદાસ પટેલ, સુરેશ પટેલ, મુકેશ પટેલના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp