અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમ ભંગ બદલ વધુ એક લક્ઝુરીયસ કાર જપ્ત કરી

PC: youtube.com

16 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં લાગુ થયેલા ટ્રાફિકના નવા નીયમોને પછી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેથી આ નિયમોનું અમલીકરણ 1 નવેમ્બરથી કરવામાં આવ્યું હતું. નવા કાયદાના અમલીકરણ પછી જે પણ વાહન ચાલક ટ્રાફિકના નિયમનું ભંગ કરે છે, તેની પાસેથી કડકાઈથી દંડની વસુલાત કરવામાં આવી રહી છે. જે વાહન ચાલકોની પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોય તો તેમનું વાહન જપ્ય કરવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસે વધુ એક લક્ઝુરીયસ કારને જપ્ત કરીને કાર ચાલકને 12,000 રૂપિયાનો મેમો આપ્યો છે.

No photo description available.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદ પોલીસ SG હાઈ-વે પર આવેલા કારગીલ ચોક પાસે ટ્રાફિકના નિયમ ભંગ કરતા વાહન ચાલકોને દંડ કરવાની કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન પોલીસે રસ્તા પરથી એક રેન્જ રોવર કારને ઉભી રાખી હતી કારણ કે, આ કારમાં HSRP નંબરપ્લેટની જગ્યા પર ફેન્સી નંબરપ્લેટ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે કાર ચાલક પાસેથી લાઈસન્સ, ગાડીના કાગળો માગ્યા હતા પરંતુ કાર ચાલકની પાસે લાઈસન્સ નહોતું, ગાડીના પુરતા પેપરો નહોતા અને ગાડીમાં ફેન્સી નંબરપ્લેટ લગાવવામાં આવી હતી. તેથી આ તમામ ગુનાઓ લગાવીને કાર ચાલકને રૂપિયા 12,000 રૂપિયાનો મેમો પોલીસે આપ્યો હતો અને રેન્જ રોવર કારને જમા કરી હતી. જ્યારે કાર ચાલક RTOમાં જઈને દંડની રકમની ભરપાઈ કરશે ત્યારે પોલીસ દ્વારા તેની કાર છોડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે. 6 નવેમ્બર બુધવારના રોજ ટ્રાફિક પોલીસ અમદાવાદના સિંધુ ભવનખાતે ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને સાંજે 6 વાગ્યાના સમયે દંડ કરવાની કામગીરી કરી રહી હતી. તે સમયે ટ્રાફિક પોલીસે નંબરપ્લેટ વગર આવતી ફોર્ડ મસ્ટંગ કારને પોલીસે ઉભી રાખી હતી અને કારના ચાલક પાસેથી પોલીસે લાયસન્સ સહિતન અન્ય કેટલાક ગાડીના પેપર માંગ્યા હતા. કારના ચાલક નિખિલેશ પાસે લાઈસન્સ સિવાય કારના અન્ય પેપર ન હોવાના કારણે પોલીસ દ્વારા કારને ડીટેઈન કરવામાં આવી હતી અને કાર ચાલકને મેમો આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp