અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર પેસેન્જરથી ભરેલી ખાનગી બસમાં લાગી આગ

PC: youtube.com

શનિવારના રોજ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર પેસેન્જરથી ભરેલી ખાનગી બસમાં આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવરની સમય સુચકતાના કારણે બસમાં સવાર તમામ મુસફરોનો બચાવ થયો. ઘટનાને પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર શનિવારના રોજ આણંદમાં આવેલી રાજધાની ટ્રાવેલ્સ દ્વારા ભરૂચમાં આવેલી દિવ્ય ટ્રાવેલ્સની એક બસ મેળવીને બસમાં 56 જેટલા મુસફરોને બેસાડી બસ બોરસદથી મુંબઈ જવા માટે રવાના થઇ હતી. આ બસ અંદાજીત સાંજે પાંચ વાગ્યે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર આવેલા આંકલાવડી ગામ પાસે પહોંચી ત્યારે બસના એન્જીનમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતા. આ બાબતે જયારે બસના ડ્રાઈવરને જાણ થઇ ત્યારે બસ ચાલકે તાત્કાલિક બસને હાઈ-વે પર સાઈડમાં ઉભી રાખીને તમામ મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા.

આ ઘટનાની જાણ મુસાફરોને થતા મુસાફરોમાં ડર વ્યાપી ગયો હતો. જેના કારણે કેટલાક મુસાફરો જીવ બચાવવા સામાન લીધા વગર જ બસની બહાર નીકળી ગયા હતા. જોતજોતામાં બસમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે, થોડા જ સમય આગ આખી બસમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા આણંદ ફાયર ફાયર બ્રીગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારી ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આખી બસ આગની ઝપેટમાં આવવાના કારણે બસની સાથે તેમાં રહેલો પેસેન્જરનો સામાન પણ બળીને ખાખ થઇ ગયો હતો. ડ્રાઈવરની સતર્કતાના કારણે બસમાં સવાર 56 જેટલા મુસાફરોને કોઈ પણ પ્રકારની ઈજાઓ થવા પામી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp