ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થયો છે, ખેતરમાં અલગથી જ વીજળી મળી રહી છેઃBJP નેતા

PC: Khabarchhe.com

ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના નેતાઓ ગુજરાતમાં એક પછી એક આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેમને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે તેમ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું. અત્યારે ભારત જોડો યાત્રા કોંગ્રેસની રાહુલ ગાંધીની આગેવાનીમાં નિકળી છે ત્યારે તેમણે આ વાત કહી હતી.

ભાજપમાં કેટલાક નેતાઓ નારાજ થઈ રહ્યા છે આ વાતને પૂછાયેલા સવાલના જવાબમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે, સંગઠન વિચારીને નિર્ણય લે છે. જેઓ નારાજ છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે અને સમજે પણ છે. નિતીશ બાબુ આરજેડી સાથે ગયા છે. બિહારમાં અપરાધ જોવા મળ્યા છે. બિહારમાં એઈમ્સ, આઈઆઈએમ સહીતની શિક્ષા વ્યવસ્થા બનાવવામાં આવી છે. તેઓ અત્યારે ગઠબંધનથી અલગ થયા છે. બિહારના લોકોને ભ્રષ્ટાચારથી બચાવવાના છે ત્યાંના લોકોને અપરાધથી બચાવવાના છે.

ગુજરાતના ખેડૂતોની વાત કરવામાં આવે તો અહીં ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ખેડૂતો માટે વીજળીની વાત છે ત્યારે ગુજરાતમાં વીજળી ખેડૂતોને પહેલા જ તેમને ખેતરમાં અલગથી જ વીજળી મળી રહી છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે તેમ રાજેન્દ્ર પ્રસાદે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp