બાળકને જન્મ બાદ નવ મહિનામાં અપાશે ન્યૂમોનિયા સામે રક્ષણ આપતા વેક્સીનના 3 ડોઝ

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, દેશ અને ગુજરાતની ઉજ્જવળ આવતીકાલ સમા ભુલકાં-બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સીન-PCV થી સાર્વત્રિક રસીકરણ અભિયાન અન્વયે આવરી લેવાનો મહત્ત્વપૂર્ણ આરોગ્ય સુરક્ષા સેવા યજ્ઞ બુધવાર તા.20મી ઓક્ટોબરથી આરંભાયો છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેક્સીનેશન કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાના આલ્હાદપૂરાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરથી કરાવ્યો હતો. ભારત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અન્વયે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી આ વેક્સીન દોઢ વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે અપાશે

ખાનગી ક્ષેત્રમાં સામાન્યત: રૂ. 3 હજારથી 4500 ની કિંમતે મળતી આ વેક્સીન સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સરકાર વિનામૂલ્યે લાભાર્થી બાળકોને આપવાની છે. રાજ્યમાં એક વર્ષમાં અંદાજે 12 લાખ જેટલા બાળકોને 3 ડોઝ મળીને કુલ 36 લાખ PCV ડોઝ આપવામાં આવશે. બાળકને જન્મના 6 અઠવાડિયે આ વેક્સીનનો પહેલો ડોઝ, 14 અઠવાડિયે બીજો ડોઝ અને 9 મહિના બાદ ત્રીજો બૂસ્ટર ડોઝ વેક્સીન આપવામાં આવશે.

ન્યૂમોકોકલ ન્યૂમોનિયા શ્વાસોશ્વાસને લગતો રોગ છે જે ફેફસામાં બળતરા અને પ્રવાહીનું સંચય કરે છે. ઉધરસ, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તીવ્ર શ્વાસ, અને ગળામાં સસણી બોલવી આ રોગના મુખ્ય લક્ષણો છે. જો શિશુ આ રોગથી ગંભીર રીતે બીમાર હોય તો, તેને ખાવા-પીવામાં તકલીફ પડે છે, આંચકી આવી શકે અથવા બેભાન થઈ શકે છે, અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે.

ન્યૂમોકોકલ સંક્રમણના કારણે કે મેનિન્જાઇટિસ, સેપ્ટિસીમિયા, અને ન્યૂમોનિયા જેવા ગંભીર રોગ સાથે સાથે સાઈનુસાઈટિસ જેવા મંદ પણ વધારે સામાન્ય રોગો પણ થઇ શકે છે. ભારતમાં ન્યૂમોકોકલ ન્યૂમોનિયાના કારણે 2010માં પાંચ વર્ષથી નાના આશરે 1 લાખ અને 2015માં લગભગ 53 હજાર બાળકો મૃત્યુ પામ્યા હતા. ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સીન- PCV 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર ઘટાડવામાં ઉપકારક નિવડશે.

PCVનું રસીકરણ બાળકોમાં ન્યૂમોકોકલ રોગના કારણે થતા રોગો અને મૃત્યુને અટકાવે છે. બે વર્ષથી નાનાં બાળકોમાં ગંભીર ન્યૂમોકોકલ રોગનું જોખમ રહે છે પણ એનું સૌથી વધારે જોખમ એક વર્ષથી નાનાં બાળકોમાં હોય છે. PCV રસીકરણ ન કેવળ શિશુની રક્ષા કરશે પરંતુ બાળકમાં ન્યૂમોકોકલ રોગના જોખમને પણ ઘટાડશે.

બાળકોને પલ્સ પોલીયો રસી આપવાના વ્યાપક અભિયાનને પગલે ગુજરાત 2007માં પોલીયો મુક્ત જાહેર થયું છે. હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સીનેશનના યુનિવર્સલ પ્રોગ્રામથી રાજ્યમાં નવજાત બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવથી સંપૂર્ણ રક્ષણ આપવાની નેમ પાર પડશે અને ગુજરાત ચાઇલ્ડ હેલ્થકેરમાં પણ અગ્રેસર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp