અમદાવાદમાં ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાસાઈ, એક મહિલાનું મોત

PC: youtube.com

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કેટલાક સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે કેટલીક જગ્યા પર ભુવા પડ્યા છે, તો કેટલીક જગ્યા પર વૃક્ષો ધરાસાઈ થયા હોવાની પણ માહિતી મળી રહી છે.

એક રીપોર્ટ અનુસાર અમદાવાદના વેજલપુર, જોધપુર, સેટેલાઈટ અને વાસણામાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અમદાવાદના લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ધોધમાર વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોધપુર અને વાસણા વિસ્તારમાં વરસાદના કારણે વૃક્ષો ધરાસાઈ થવાની ઘટન બની હતી. આ વૃક્ષની નીચે વાહનો પાર્ક કરેલા હોવાના વાહનોને નુકશાન થયુ હતુ. આ ઘટનામાં કોઈ પણ જાનહાની થવા પામી નથી. તો બીજી તરફ અમદાવાદના કાંકરિયા રોડ પર જઈ રહેલી રીક્ષા પર એક વૃક્ષ પડવાના કારણે એક મહિલાનું મોત થઈ ગયું હતુ. ઘટનાને પગલે પગલે મહિલાના મૃતદેહને પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહીત રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે. તે વરસાદ વાયુ વાવાઝોડાની અસરના કારણે વરસી રહ્યો છે. ગઈ કાલે પણ વાયુની અસરના કારણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને આજે પણ વાદળછાયા વતાવરણની સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, વાયુ કચ્છના દરિયા કાંઠા સાથે ટકરાઈ શકે છે. જેના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp