માતાજીની બાધા હોવાનું કહી અમદાવાદમાં પતિ સાથે પત્ની ન સૂતી તો પતિએ...

PC: medium.com/

અમદાવાદમાં એક વ્યક્તિને લગ્ન બાદ પણ પત્ની પતિને શારીરિક સંબંધ બાંધવા દેતી નહીં હોવાના કારણે પતિ-પત્ની વચ્ચે આ બાબતે ઝઘડાઓ થતા હતા. આ ઝઘડાથી કંટાડીને પતિએ તેના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી આ સમગ્ર મામલે યુવકના પરિવારજનોએ પરિણીતા સામે દુષપ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી જગજીવન સોસાયટીમાં સુરેન્દ્રસિંહ નામનો 33 વર્ષનો યુવક તેના પરિવારની સાથે રહેતો હતો. સુરેન્દ્રસિંહે તેની પહેલી પત્ની સાથે મનમેળ ન રહેતા પત્ની સાથે છૂટાછેડા કર્યા હતા. છૂટાછેડા કર્યા બાદ 2018માં સુરેન્દ્ર ગીતા પરમાર નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન બાદ પણ ગીતા અને સુરેન્દ્ર અલગ-અલગ રૂમમાં સૂતા હતા.

સુરેન્દ્રસિંહે તેની માતાને જણાવ્યું હતું કે, ગીતાએ લગ્ન બાબતે માતાજીની બાધા લીધી હોવાના કારણે તે તેની સાથે સૂતી નથી અને અવારનવાર પિયરમાં જતી રહે છે. ગીતાએ સુરેન્દ્રને મકાનનો ભાગ લઇ અમદાવાદના ખોખરા વિસ્તારમાં પરિવારથી અલગ રહેવા જવાનું કહેતા બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. તો બીજી તરફ નાની-નાની વાતોને લઈને ગીતા સુરેન્દ્ર સાથે અવારનવાર ઝઘડો કરતી હતી. તેથી સુરેન્દ્ર સતત તણાવમાં અને બીમાર રહેતો હતો.

પત્નીથી ત્રાસી ગયેલા અને તણાવમાં રહેતા પતિએ પરિવારના સભ્યો 27 જૂલાઇના રોજ એક મરણ પ્રસંગમાં ગયા હતા ત્યારે તેના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પરિવારના સભ્યોના થતાં પરિવારે આ બાબતે પોલીસને માહિતી આપી હતી, ત્યારે પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ પરિવારજનોએ સુરેન્દ્રની પત્ની ગીતા સામે ગુનો નોંધાવ્યો છે. જેથી પોલીસે સુરેન્દ્રની પત્ની ગીતા સામે પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસનું કહેવું છે કે, લગ્ન બાદ આરોપી પુત્રવધુ તેના પતિ સાથે સુતી નહોતી. આ બાબતે માતાજીની બાધા હોવાનું કહી વારંવાર પતિ સાથે ઝઘડો કરતી હતી.

મહત્ત્વની વાત એ છે કે, સુરેન્દ્રની પત્ની ગીતાના પણ અગાઉ બે લગ્ન થયા હતા. લગ્ન બાદ પણ ગીતા સુરેન્દ્રની સાથે સાસરિયામાં વધુ રોકાતી ન હતી અને અવારનવાર તેના પિયર જતી રહેતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp