મહેમદાબાદમાં કુખ્યાત બુટલેગરે પોતાની દીકરી પર જ ગુજાર્યો બળાત્કાર

PC: khabarchhe.com

ખેડાના મહેમદાબાદમાં પિતા-પુત્રીના સંબંધોને શર્મસાર કરતી ઘટના બની છે. અહીં કુખ્યાત બુટલેગરે પોતાની દીકરી પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગયો છે. મહેમદાબાદના નાગરપુરામાં રહેતા બુટલેગરે પોતાની દીકરી પર બળાત્કાર કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી બુટલેગરે પોતાની દીકરી લગ્ન પ્રસંગે પિયર આવી હતી, ત્યારે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

મહત્વનું છે કે બુટલેગરે આ પહેલા પણ પોતાની પુત્રી સાથે બળાત્કાર કરી ચુક્યો છે અને તે જેલની સજા ભોગવી ચુક્યો છે. ત્યારબાદ જામીન પર છૂટી ફરી દીકરી પર બળાત્કાર કર્યો છે. બુટલેગરે પોતાની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. તો તેના પતિને પણ મારી નાખવાની ધમકી આપી હતી. બુટલેગરનો ઈતિહાસ ગુનાઓથી ભરેલો રહ્યો છે. આ પહેલા પણ પોતાની દીકરી પર બળાત્કારના ગુનામાં જેલમાં જઈ ચુક્યો છે. હાલ તો મહેમદાબાદ પોલીસે આ મુદ્દે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp