4 વખતના ધારાસભ્ય જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં થયા સામેલ

PC: twitter.com

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને 4 વખતના ધારાસભ્ય જય નારાયણ વ્યાસ, જેમણે આ મહિનાની શરૂઆતમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ પોતાના પુત્ર સમીર વ્યાસ સાથે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. જય નારાયણ વ્યાસે પાર્ટીમાંથી રાજીનામું આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી (AAP)માં સામેલ થવાના તેમના વિકલ્પ ખુલ્લા છે. વ્યાસ અને તેમના પુત્ર સમીરને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પાર્ટીની સભ્યતા અપાવી.

આ દરમિયાન કોંગ્રેસના ગુજરાત પ્રભારી અશોક ગેહલોત અને કેન્દ્રીય નિરીક્ષક આલોક શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. જય નારાયણ વ્યાસ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. તેમણે પાર્ટીમાં ઘણા ઉતાર-ચડાવ પણ જોયા. જ્યારે કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે જય નારાયણ વ્યાસ બંનેની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ લાંબા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા હતા, કેમ કે વર્ષ 2017ની વિધાનસભામાં તેમની ટિકિટ કાપી દીધી હતી.

ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકેલા જય નારાયણ વ્યાસને આશા હતી કે આ વખત ભાજપ તેમને ટિકિટ આપશે, પરંતુ આ વખત પણ તેમની આશાઓને પાર્ટીએ ઝટકો આપી દીધો. ગત રવિવારે તેઓ સિદ્ધપુરમાં વામૈયા ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં જનસભામાં પહોંચ્યા હતા. તેઓ વર્ષ 2017 અગાઉ સતત 4 વખત સિદ્ધપુરના ધારાસભ્ય રહ્યા. વિજય રૂપાણીના મુખ્યમંત્રી બન્યા બાદ જ તેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા. વ્યાસનું કોંગ્રેસમાં સ્વાગત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, રાજ્યમાં બદલાવ લાવવાની જગ્યાએ, તેમણે (ભાજપે) મુખ્યમંત્રી બદલી દીધા અને 6 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલવામાં આવ્યા. તેનો અર્થ એ છે કે તેમણે રાજ્યમાં કોઈ કામ કર્યું નથી.

તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય નેતા વોર્ડ ડર વોર્ડ ફરી રહ્યા છે. 27 વર્ષના શાસન બાદ પણ વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી અને તેમના અન્યાય રાજ્યોના મુખ્યમંત્રીઓ અહી આવી રહ્યા છે અને લોકોને ભરમાવી ઉશ્કેરણીજનક ભાષણ આપી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ ખોટો પ્રચાર કરવા આવી રહ્યો છે. અમારા કાર્યક્રમો વિરુદ્ધ, અમારા નેતાઓ વિરુદ્ધ ઘણી વાતો કહેવામાં આવી રહી છે. આ ચૂંટણી અમારા નેતા અહી લડી રહ્યા નથી, ગુજરાતની જનતા લડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp