કેનેડામાં શંકાસ્પદ હાલતમાં મળી ગુજરાતી યુવતીની લાશ, પરિવારજનોનો હત્યાનો આરોપ

PC: sandesh.com

મૂળ બોરસદની અને લગ્ન બાદ કેનેડામાં રહેતી યુવતીની લાશ મળી આવતા તેના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું. પોતાની વ્હાલસોયી દીકરીના મોતના સમાચાર સાંભળી પરિવારજનોએ યુવતીના સાસરીયાઓ પર તેની હત્યાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, યુવતીના સાસરિયાઓ તેને છેલ્લાં 1 વર્ષથી માનસિક ત્રાસ આપતા હતા અને તેના સાસરિયાઓએ જ તેની હત્યા કરી છે. કેનેડાની પોલીસે યુવતીનું મોત અકસ્માત છે કે પછી હત્યા તે અંગે તપાસ શરૂ કરી છે.

બોરસદના પામોલમાં રહેતી અને લગ્ન બાદ પતિ સાથે કેનેડામાં રહેતી યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની હત્યા કરાઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. બોરસદના પામોલમાં રહેતી યુવતીના લગ્ન 3 વર્ષ પહેલા બોરસદના જ કિંખલોડ ગામમાં રહેતા યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી પોતાના પતિ સાથે કેનેડા રહેવા જતી રહી હતી.

લગ્નના શરૂઆતના વર્ષોમાં બધું બરાબર ચાલ્યું. પરંતુ, છેલ્લાં 1 વર્ષથી યુવતીના સાસરિયાઓ તેને માનસિક ત્રાસ આપતા હોવાનો યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. યુવતીના કેનેડામાં મૃત્યુને તેના સાસરિયાઓએ અકસ્માત મોત ગણાવ્યું છે, જ્યારે યુવતીના પરિવારજનો તેને ત્રાસ આપતા સાસરિયાઓ દ્વારા જ તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો કરી રહ્યા છે. આ મામલે કેનેડાની પોલીસે ફરિયાદના આધારે યુવતીનું મોત અકસ્માતમાં થયું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે અંગે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp