ટ્રમ્પના કાર્યક્રમમા કાળા કપડા પહેરનારાઓને સ્ટેડિયમમા પ્રવેશ ન અપાયો, આ છે કારણ

PC: dainikbhaskar.com

ગુજરાત સરકારની સામે ચાલી રહેલા આંદોલનનો પ્રભાવ 24મી તારીખે મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં નહીં પડે તે માટે પોલીસ દ્વારા બ્લેક કપડા પહેરીને આવતા લોકોને કાર્યક્રમમાં જવા દેવામાં આવતા નહોતા. સ્ટેડિયમની અંદર લોકોને કાળા કપડા પહેરીને જવા દેવાની મંજૂરી આપવામાં આવી નહોતી. જે પણ લોકો કાળો શર્ટ, ટી-શર્ટ, બ્લેઝર અથવા મોજા પહેરીને આવતા હતા તેમને પોલીસ દ્વારા રોકવામાં આવતા હતા. આ પરિસ્થિતિ જોઈએ આસપાસના કેટલાક સ્થાનિક લોકોએ ટી-શર્ટ વેચવાનું પણ શરૂ કર્યું હતું.

એક યુવક બ્લેક શર્ટ પહેરીને નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં જતો હતો, પરંતુ તેને પોલીસે સ્ટેડિયમની અંદર પ્રવેશ નહીં આપતા યુવકે સ્ટેડિયમની બહારથી એક ટી-શર્ટની ખરીદી કરવી પડી હતી. આ ઉપરાંત બ્લેક કલરનું બ્લેઝર પહેરીને આવતા યુવકોના બ્લેઝર પણ પોલીસે સ્ટેડિયમની બહાર ઉતરાવ્યા હતા. તેથી સ્ટેડિયમની બહાર બ્લેક શર્ટ, ટી-શર્ટ અને બ્લેઝરનો ઢગલો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત બે જગ્યા પર રોડ-શો દરમિયાન પોલીસને દોડધામ કરવાનો વારો આવ્યો હતો. ટ્રમ્પનો કાફલો ગાંધી આશ્રમથી મોટેરા સ્ટેડિયમ જઈ રહ્યો હતો ત્યારે ઈન્દિરા બ્રિજ સર્કલ પાસે મોદીનો કાફલો પસાર થયા પછી ટ્રમ્પનો કાફલો આવે તેની 40 સેકન્ડ પહેલાં એક કૂતરું રોડ પર આવી ગયું હતું. તેથી એક PI અને બે કોન્સ્ટેબલ કૂતરું પકડવા પાછળ દોડ્યા હતા, પણ કૂતરું રોડ ક્રોસ કરી ભીડમાં ઘૂસી ગયું હતું. આ ઉપરાંત ડફ નાળાની પાસે રોડ-શો પહેલા વાંદરાનું એક ઝૂંડ રોડ પર આવી ગયું હતું. જેથી બંદોબસ્તમાં ગોઠવાયેલા પોલીસ કર્મચારીઓએ દોડધામ કરી હતી. જોકે, એક યુવકે જોર-જોરથી ઢોલ વાગતા વાંદરાનું ઝૂંડ ભાગી ગયું હતું.

આ ઉપરાંત રોડ-શો પૂર્ણ થયા પછી સાબરમતી આશ્રમને જોડતાં રોડને શણગારવા ડિવાઇડર પર મુકવામાં આવેલા ફૂલના કુંડા પણ લોકો ઉપાડીને ઘરે લઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp