બેડરૂમમાં ભાણીના આંતરવસ્ત્રો મળ્યા, પતિએ કહ્યુ ACનુ બીલ ઓછુ આવે એટલે ભેગા સૂતા

PC: thesleepstudies.com

સાસરીયા દ્વારા મહિલા પર કોઈને કોઈ વાતને લઇને ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યારેક કરિયાવરના કારણે સાસરીયાઓએ પરિણીતાને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે મહિલા સાથે શારીરિક માનસિક ત્રાસનો અને પતિના આડા સંબંધનો કીસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. આ ઘટનામાં ભાણીના આંતરવસ્ત્રો પોતાના રૂમમાં જોઈને પરિણીતાએ પતિને આ બાબતે પૂછપરછ કરી ત્યારે પતિએ કહ્યું હતું કે, ACનું બીલ ઓછું આવે એટલે તે ભાણીની સાથે સુતા હતા. આ બાબતે પરિણીતાએ વાંધો ઉઠાવતા પતિએ તેને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. તેથી પરિણીતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના અમદાવાદના સેટેલાઈટ વિસ્તારની છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી મનીષા(નામ બદલ્યું છે.)ના લગ્ન વર્ષ 2003માં મનીષ(નામ બદલ્યું છે.) નામના યુવકની સાથે થયા હતા. લગ્ન બાદ મનીષા ગર્ભવતી બની હતી અને તેને 2005માં એક બાળકને જન્મ આપ્યો હતો. લગ્નના થોડા સમયબાદ જ મનીષ મનીષાની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો હતો. મનીષ મનીષાને હનીમૂન પર લઇ જવા માટે 5 લાખ રૂપિયા પિયરમાંથી લાવવા દબાણ કરીને મારઝૂડ કરતો હતો. આ ઉપરાંત મનીષાના સાસરીયાઓ પણ તેની સાથે ખરાબ વર્તન કરતા હતા. મનીષાનો પતિ બહાર ગયા પછી તેનો જેઠ ઘરે આવતો અને ખરાબ નજરે જોતો હતો.

મનીષા જ્યારે પિયર જતી ત્યારે મનીષની ભાણી મનીષાના રૂમમાં જઈને ઘરેણા અને પૈસા લઇ લેતી હતી. જો મનીષા તેના પતિને આ બાબતે કોઈ પણ પ્રકારની વાત કરે તો મનીષ પત્ની મનીષાને માર મારતો હતો. પતિના ત્રાસના કારણે મનીષા તેના પિયર ચાલી ગઈ હતી. પછી સમાધાન થતા મનીષા જયારે સાસરે પરત આવી ત્યારે ભાણીના આંતરવસ્ત્રો રૂમમાંથી મળી આવ્યા હતા. તેથી મનીષાએ મનીષને આ બાબતે સવાલ કર્યો હતો.

તો બીજી તરફ મનીષ તેની ભાણીને પત્ની સામે જ માસિક ધર્મની માહિતી આપતો હતો. મનીષાએ સવાલ કરતા પતિએ કહ્યું કે, ACનું બીલ ઓછુ આવે એટલે અમે સાથે જ સુતા હતા. તો નવરાત્રીના રોજ ભણી ટૂંકા કપડા પહેરીને મામા મનીષ પાસે આવતી હતું અને કહેતી હતી કે, હું કેવી લાગુ છું.

આ ઘટના બાદ મનીષ અને મનીષાને ઝઘડો થયો હતો. મનીષે પત્નીને માર માર્યો હતો અને ત્યારબાદ મનીષા તેના પિયર ચાલી ગઈ હતી. પિયર જઈને મનીષાએ પતિ અને સાસરીયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp