ગુજરાતના આ શહેરના લોકોને હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં જવું પડે

PC: odishapolice.gov.in/

કોઈ પણ નાગરિકને પાસપોર્ટ કઢાવવા માટે તેનું પોલીસ સ્ટેશનમાં વેરીફીકેશન ફરજીયાત પણે કરાવવા માટે જવું પડે છે અને ઘણી વાર તો પાસપોર્ટ વેરીફીકેશન કરાવવા માટે પોલીસ સ્ટેશનમાં ગયેલા લોકો પાસેથી પૈસાની માંગણી કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે હવે અમદાવાદમાં પાસપોર્ટ કઢાવવા ઇચ્છતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે કારણ કે, હવે તેમને પાસપોર્ટ વેરીફીકેશન માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે નહીં પરંતુ પોલીસકર્મી તેમના ઘરે આવીને પાસપોર્ટનું વેરીફીકેશન કરી જશે. એટલે હવે અમદાવાદના લોકોને ઘરે બેઠા પાસપોર્ટના વેરીફીકેશની સુવિધા મળશે.

એક રિપોર્ટ અનુસાર સ્ટેટ ક્રાઈમ બ્યુરો ગાંધીનગર દ્વારા મોબાઈલ એપ્લીકેશનનું મોનીટરીંગ કરવામાં આવતું હતું તે સમયે જાણવા મળ્યું હતું કે, પાસપોર્ટના વેરીફીકેશનના કામ માટે નાગરીકોને પોલીસકર્મીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે. જેથી તેમને આ બાબતે જિલ્લા પોલીસ વડાનું ધ્યાન દોરતા તેમને આ વાતની ગંભીરતાથી નોંધ લઇને નાગરીકોને પાસપોર્ટના વેરીફીકેશન માટે પોલીસ સ્ટેશન ન બોલાવવામાં આવે તેવી સુચના પોલીસકર્મીઓને આપી હતી.

આ સમગ્ર મામલે અમદાવાદના પોલીસ કમીશનર આશિષ ભાટિયાએ એક પરિપત્ર બહાર પાડીને પોલીસ સ્ટેશનમાં અધિકારીઓને જાણ કરી હતી કે, 'પોકેટ કોપ અંતર્ગત પાસપોર્ટ વેરીફીકેશન કરવા બાબત.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, ઇગુજકોપના ઉપયોગથી પોલીસની કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ અસરકારક બને તેમજ નાગરીકોને સેવાઓ મેળવવામાં સુગમતા રહે તે હેતુથી તપાસ કરનાર અધિકારીઓને પોકેટ કોપ મોબાઇલ ફોનની ફાળવણી કરવામાં આવી છે. આ મોબાઇલ ફોનમાં આપવામાં આવેલી એપ્લીકેશન પૈકી પાસપોર્ટ માટેની પોલીસ વેરીફિકેશનની કામગીરી પોકેટ કોપનો ઉપયોગ કરી અરજદારના ઘર પર જઇને જ કરવાની રહેશે તેવું SCRB તથા અત્રેની કચેરી તરફથી અગાઉ જણાવવામાં આવ્યું હતું.

SCRB ગાંધીનગરની કચેરીના સંદરર્ભવાળા પત્રમાં જણાવ્યા મુજબ પાસપોર્ટ વેરિફીકેશન રીપોર્ટમાં અરજદારની સહિ તથા તેના પોલીસ સ્ટેશનમાં રુબરુ થયેલ વેરિફીકેશનના કબુલાતનામાને દુર કરવામાં આવ્યું છે, જેથી હવે આ કામગીરી માટે અરજદારની સહિની જરુરીયાત નથી, નાગરિકોને પોલીસ વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન બોલાવવાના રહેશે નહિ અને અરજદારના ઘર પર જઇ વેરિફીકેશનની કામગીરી પુર્ણ કરવાની રહેશે.

SCRB દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓ દ્વારા ઇગુજકોપમાં પાસપોર્ટ વેરીફીકેશન માટેની પોકેટ કોપમાં આપવામાં આવેલ મોબાઇલ એપ્લિકેશનનું મોનીટરીંગ કરતા ધ્યાને આવેલ છે કે, પોલીસ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવે છે, અને ગૃહ વિભાગની સુચના મુજબ કામગીરી કરવામાં આવતી નથી જે ખુબ જ ગંભીર બાબત છે.

તારીખ 10/10/2017ના રોજ યોજાયેલ સ્ટેટ એમ્પાવર્ડ કમિટીની મિટિંગમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા આ બાબતે નોધ લેવામાં આવેલી છે, હવે પાસપોર્ટ માટેના પોલીસ વેરિફિકેશન માટે અરજદારને પોલીસે સ્ટેશન બોલાવવાના રહેશે નહિ. આ બાબતે અપાના પોલીસ સ્ટેશન ખાતે પાસપોર્ટ વેરીફીકેશનની કામગીરી કરતા અધિકારીઓને સુચના આપવા તેમજ આ મુજબ કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરાવશો. આશિષ ભાટીયા, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp