પાણી મુદ્દે BJPના કોર્પોરેટરે કહ્યું- કા તો હું રાજીનામું આપીશ કા તો અધિકારી

PC: Dainikbhaskar.com

વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં પાણીને લઇને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સ્થાનિક કોર્પોરેટરોએ વડોદરા મહાનગરપાલિકાના મેયર સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં કોર્પોરેટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અઠવાડિયામાં પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો હું કશું કરી બેસીસ. મિટિંગમાં દ્વારા છેલ્લા ત્રણથી ચાર દિવસમાં દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે તેનો કાયમી ઉકેલ લાવવાના પ્રયાસ કરી રહ્યા હોવાની પણ વાત VMC કમિશનરે કરી હતી અને તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સિંધરોટ ઉપરાંત મહીથી પાણીની નવી લાઇન દક્ષિણ ઝોનમાં પાઈપલાઇન નાખવાનું કામ પૂર્ણ થશે એટલે આ પાણીના પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે.

પાણીની સમસ્યા બાબતે મળેલી બેઠકમાં કોર્પોરેટર નિલેશ રાઠોડે કહ્યું હતું કે, ઉનાળો આવે એટલે પાણીનો વપરાશ વધે તેવા બહાનાઓ અધિકારી કાઢે છે અને આ પ્રશ્ન બે ચાર દિવસનો નહીં પણ બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહ્યો છે. હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. આવા સંજોગોમાં હવે પ્રશ્નનો નિકાલ એક અઠવાડિયામાં નહીં આવે તો મારે કશું કરવું પડશે અને હું રાજીનામું આપીશ અથવા તો અધિકારીઓ રાજીનામાં આપે.

આ બાબતે વડોદરા મહાનગરપાલિકાના મેયર મયુર રોકડિયા કહ્યું હતું કે, કૂવામાં હોય તો હવાડામાં આવે. આ બાબતે કોર્પોરેટર નિલેશ રાઠોડે કહ્યું હતું કે, કુવા પણ ખોદાવો અને હવાલા પણ ખોદાવો પણ પાણી તો આપવુ જ પડશે. દક્ષિણ ઝોનને સૌથી ઓછું પાણી મળી રહ્યું છે. 500 MLD પાણી વડોદરાને મળે છે તો પછી દક્ષિણ ઝોનને શા માટે ઓછું પાણી આપવામાં આવે છે.


પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ મનીષ પગારે પાણીની સ્થિતિ અંગે બેઠકમાં પુરવઠા અધિકારી અમૃત મકવાણાને 48 પ્રશ્નોની યાદી આપીને તેમના જવાબ માંગ્યા હતા. 48 પ્રશ્નોમાં પાણીની આવકના સ્ત્રોત કેટલા છે, રોજનું કેટલું પાણી મળે છે, વડોદરાની ટાંકીની ક્ષમતા કેટલી છે, શહેરમાં કુલ કેટલા પંપ છે, પાણીની ફરિયાદનો કેટલા સમયમાં નિકાલ થયો છે અને સૌથી વધારે TDS વાળું પાણી કઈ જગ્યા પર આવે છે, પાણીના મોટા વેરા બિલ કઈ જગ્યા પર બાકી છે, પાણી માટે સરકારમાંથી કોઈ ગ્રાન્ટ આવી છે કે, કેમ ટાંકી અને ટ્યુબવેલ છે કે, નહીં અને કયા ઝોનમાં સૌથી વધારે ફરિયાદ પાણી બાબતે આવી રહી છે અને કયા ઝોનમાં ઓછી ફરિયાદ આવી રહી છે. આ બધા સવાલના જવાબ માગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp