PM નરેન્દ્ર મોદીની જાહેરાત 31 તારીખે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવશે

PC: google.com

PM નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, આ મહિનાની 31 તારીખે કેવડિયામાં ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનારા અનેક કાર્યક્રમોમાં સામેલ થવાનો મને મોકો મળશે. તમે લોકો પણ જરૂર જોડાજો. 31 ઓક્ટોબરે આપણે વાલ્મીકી જયંતી પણ ઉજવીશું. મહર્ષિ વાલ્મીકીને હું નમન કરૂં છું અને આ ખાસ પ્રસંગ માટે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મહર્ષિ વાલ્મીકીના મહાન વિચારો કરોડો લોકોને પ્રેરીત કરે છે, બળ આપે છે. લાખો-કરોડો ગરીબો અને દલિતો માટે તેઓ બહુ મોટી આશા છે.

તેમની અંદર આશા અને વિશ્વાસનો સંચાર કરે છે. તેઓ કહે છે – કોઇપણ મનુષ્યની ઇચ્છાશક્તિ જો તેની સાથે હોય, તો તે કોઇપણ કામ બહુ સરળતાથી કરી શકે છે. આ ઇચ્છાશક્તિ જ છે જે કેટલાય યુવાનોને અસાધારણ કાર્ય કરવાની તાકાત આપે છે. મહર્ષિ વાલ્મીકીએ હકારાત્મક વિચારસરણી પર ભાર મૂક્યો. તેમના માટે સેવા અને માનવીય ગૌરવનું સ્થાન સર્વોપરી છે. મહર્ષિ વાલ્મીકીના આચાર, વિચાર અને આદર્શ આજે  ‘ન્યૂ ઇન્ડિયા’ ના આપણા સંકલ્પ માટે પ્રેરણા પણ છે અને દિશા-સૂચન પણ છે. ભાવિ પેઢીઓના માર્ગદર્શન માટે રામાયણ જેવા મહાગ્રંથની તેમણે રચના કરી તે માટે આપણે મહર્ષિ વાલ્મીકીના સદાય ઋણી રહીશું.

31 ઓક્ટોબરે ભારતનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને આપણે ગુમાવ્યાં હતાં. હું આદરપૂર્વક તેમને શ્રધ્ધાંજલિ આપું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp