વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં આવેલા એક PSIએ ગોળી મારી કર્યો આપઘાત

PC: youtube.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના જન્મદિન નિમિત્તે માં નર્મદાની પૂજા કરવા માટે કેવડિયા આવ્યા હતા. PMના આગમનને લઇને કેવડિયા ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભરૂચ ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓને બંદોબસ્ત માટે કેવડીયા કોલીની બોલાવવામાં આવ્યા હતા. જે સમયે પોલીસ PM નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં હતી, તે દરમિયાન કેવડીયા કોલોની સર્કિટ હાઉસ ખાતે એક PSI પોતાના કપાળના ભાગે પિસ્તોલથી ગોળી મારીને આપઘાત કર્યો હતો.

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, 17 સપ્ટેમ્બરના રોજ અમરેલીના DYSP કેવડિયા સર્કિટ હાઉસ ખાતે સુપરવાઈઝર અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે સવારના 10:38 વાગ્યે નવસારીમાં PSI તરીકે ફરજ બજાવતા અને PMના બંદોબસ્ત માટે કેવડિયા સર્કિટ હાઉસ ખાતે આવેલા એન. સી. ફીણવિયાએ તેમની સાથે ફરજ બજાવતા નવસારીના PSI એમ. બી. કોંકણી પાસેથી તેમની પિસ્તોલ ફોટા પાડવા માટે માંગી હતી. ફોટા પડવાનું કહેતા PSI એમ. બી. કોંકણીએ તેમની પિસ્તોલ PSI એન. સી. ફીણવિયાને આપી હતી.

પિસ્તોલ મેળવ્યા પછી PSI એન. સી. ફીણવિયાએ કોઈ અગમ્ય કારણોસર સર્કિટ હાઉસના ગ્રાઉન્ડમાં પોતાના કપાળના ભાગે ગોળી મારીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, આ PSIએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે કારણ પોલીસને હજુ સુધી જાણવા મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp