મોટેરા સ્ટેડિયમની આસપાસના દુકાનદારોએ નવો ધંધો શરૂ કર્યો, આટલા રૂ. આપો સામાન મૂકો

PC: dainikbhaskar.com

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટનો માહોલ જામ્યો છે. લોકો ખૂબ ઉત્સાહથી ક્રિકેટ જોવા મળતે સ્ટેડિયમમાં એકઠા થઇ રહ્યા છે. પણ મેચ જોવા આવનારા વ્યક્તિઓને પોતાની સાથે સ્ટેડિયમમાં મોબાઈલ, પર્સ કે, અન્ય વસ્તુઓ લઇ જવા દેવાની મંજૂરી આપવામાં આવતી નથી. તેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોને તો મુશ્કેલીનો સામનો કરવાનો આવે છે પણ તેની સાથે-સાથે આસપાસના સ્થાનિક લોકોના ધંધાઓ પણ ઠપ થઇ ગયા છે. લોકોને સ્ટેડિયમની અંદર પર્સ, મોબાઈલ અને કેમેરા જેવી વસ્તુઓ ન લઇ જવા દેવાના કારણે આસપાસના સ્થાનિક દુકાનદારોએ ધંધો કરવા માટે નવી ટેકનીક શરૂ કરી છે.

મોટેરા સ્ટેડિયમની આસપાસના દુકાનદારોએ લોકોના માલ સામાનને સાચવાનો નવો બિઝનેશ શરૂ કર્યો છે. સ્ટેડિયમમાં હાલ 45 હજાર પ્રેક્ષકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. પરંતુ આમાંથી ઘણા દર્શકો પાસે મોંઘા-મોંઘા મોબાઈલ અને બ્લૂટૂથ હોય છે પણ સ્ટેડિયમની અંદર આ વસ્તુ ન લઇ જવા દેવાના કારણે લોકોને તેમની કિંમતી વસ્તુને લઇને મુંજવણમાં મુકાવાનો વારો આવે છે. પણ હવે આ લોકો બેગ સહિતના સામાનને મોટેરા સ્ટેડિયમની આસપાસની દુકાનમાં 50 રૂપિયા આપીને સાચવવા માટે આપે છે અને દુકાનદારોને પણ આનાથી એકસ્ટ્રા ઇન્કમ ઉભી થઇ છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે આવેલી હેર સલૂનના માલિક પીયુષ નાયીએ જણાવ્યું હતું કે, સ્ટેડિયમમાં હોય ત્યારે ધંધો બંધ હોય છે. તે સમયે લોકોના મોબાઈલ, કેમેરા અને બેગ સહિતના સાધનો સાચવવાના હોય છે. જેનાથી ઘણી આવક થાય છે. આવક તો થાય છે પણ મેચ પૂરી ન થાય ત્યાં સુધી દર્શકોની રાહ જોવી પડે છે. દર્શકો તેમનો સામાન લઇ જાય છે ત્યારબાદ જ દુકાન બંધ કરવી પડે છે.

મહત્ત્વની વાત છે કે, સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવતા લોકોને નાસ્તો, પાણી અને બ્લૂટૂથ સહિતની વસ્તુઓ બહાર મૂકે છે. પણ જ્યારે લોકો સ્ટેડિયમમાંથી બહાર આવે છે ત્યારે તેમની વસ્તુઓ મળતી ન હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તેથી સ્ટેડિયમ આસપાસ આવેલી દુકાનો જેવી કે, મેડીકલ સ્ટોર, લેડીઝ ટેઈલર અને જનરલ સ્ટોર્સ બહાર લોકોનો સામાન સાચવવાની સુવિધાના લખાણવાળા બેનરો લગાવી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp