કડવા પાટીદાર સમાજની દીકરીઓને 1 રૂ.ના ટોકન ફીથી સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મળશે

PC: DainikBhaskar.com

IAS-IPS અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ મેળવા ઇચ્છતી કડવા પાટીદાર સમાજની દીકરીઓ માટે એક ખૂશીના સમાચાર મળી રહ્યા છે. કડવા પાટીદાર સમાજની દીકરીઓને 1 રૂપિયાની ટોકન ફી લઇને IAS-IPS અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે. આ જાહેરાત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી દિલીપ નેતાજી દ્વારા કરવામાં આવી છે. અમદાવાદના સોલા ઉમિયા કેમ્પસ ખાતે 11થી 13 ડીસેમ્બર દરમિયાન શિલાન્યાસ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમને લઇને અમદાવાદ અને ગાંધીનગરના પાટીદાર મહિલાઓ માટે એક મહાઅધિવેશન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 4 હજાર કરતા વધારે મહિલાઓએ હાજરી આપી હતી.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી દિલીપ નેતાજી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઉમિયા કેમ્પ ખાતે કેરિયર ડેવલોપમેન્ટનું કામ થઇ રહ્યું છે. આ કામગીરીના સરકારના અલગ-અલગ વિભાગો માટે યોજાતી સ્પર્ધાત્ક્મ પરીક્ષાઓ તથા IAS-IPS માટે UPSC અને GPSCની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે. એટલે આ પરીક્ષા જે દીકરીઓ આપવા ઇચ્છતી હોય તેમને એક રૂપિયો ટોકનથી તાલીમ આપવામાં આવશે. સાથે જ તેમને જણાવ્યું હતું કે, ઉમિયા કેમ્પસની અંદર 1500 કરોડ રૂપિયાના ખર્ચે એક મહત્ત્વ પૂર્ણ પ્રોજેક્ટ સાકાર થશે. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે તારીખ 11થી 13 ડીસેમ્બર સુધી શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અલગ-અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત 136 ફૂટની ઉચાઇ ધરાવતા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવશે. તો 1500 જેટલી દીકરી અને વર્કિંગ વુમન માટે એક હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. તો તમામ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ માટે ભોજન વ્યવસ્થા અને બેન્કવેટ હોલ પણ બનાવવામાં આવશે. શિલાન્યાસ કાર્યક્રમમાં 100 દિવસમાં 51 કરોડ મા ઉમિયા શરણમ મમનો મંત્રી લખીને બૂક તૈયાર કરવામાં આવશે. આ એક રેકોર્ડ થશે.

20 નવેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં 10 હજાર કરતા વધુ લોકો ભાગ લેશે. તો બીજી તરફ પૂર્વ અમદાવાદમાં પણ ઉમિયા માતાજી મંદિર બનાવીને સોલા ઉમિયા કેમ્પસ જેવી સંસ્થા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા મહાઅધિવેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં મહિલાઓ માટે 30 AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp