અમદાવાદના હીરા ઉદ્યોગમાં 22 દિવસની જગ્યા પર આટલા દિવસનું દિવાળી વેકેશન

PC: republicworld.com

કોરોનાની મહામારી વચ્ચે બે મહિના સુધી દેશના મોટાભાગના ધંધાઓ બંધ રહ્યા હતા. રાજ્ય સરકારે અનલોકમાં ધંધા-ઉદ્યોગને ખોલવા માટેની છૂટછાટ આપી છે. હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો પણ શરૂ થયા છે. લોકડાઉનમાં હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે પરંતુ હવે ધીમે-ધીમે હીરા ઉધોગમાં તેજી આવી રહી છે. અમદાવાદમા ડાયમંડ એસોસીએશન દ્વારા હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશનને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ડાયમંડ એસોસીએશન દ્વારા દિવાળીના સમયમાં હીરા ઉદ્યોગમાં પડતું વેકેશન ટૂંકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાની મહામારી વચ્ચે સુરત અને અમદાવાદ સહિત ગુજરાતમાં અલગ-અલગ જગ્યા પર કામ કરતા રત્નકલાકારોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે જ્યારે અનલોકમાં હીરા ઉદ્યોગમાં ધીમે-ધીમે તેજી આવી રહી છે તેથી કોરોનાની મહામારી વચ્ચે હીરા ઉદ્યોગ બંધ રહેતા દિવાળીમાં હીરાના કારખાનાઓમાં દિવાળી વેકેશન ટૂંકાવવાનો નિર્ણય અમદાવાદમાં લેવામાં આવ્યો છે. અમદાવાદમાં હીરાના કારખાનામાં દિવાળી વેકેશન ટૂંકાવવામાં આવ્યું હોવા બાબતેની માહિતી અમદાવાદ ડાયમંડ એસોસિયેશનના ઉપપ્રમુખ મગનભાઈ દ્વારા આપવામાં આવી હતી.

અમદાવાદ ડાયમંડ એસોસિયેશનના ઉપપ્રમુખ મગનભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં આશરે 200 જેટલા હીરાનાં કારખાના છે અને તેમાં 70 હજાર કરતાં વધુ લોકો કામ કરી રહ્યા છે. હીરાનો મુખ્ય ઉદ્યોગ મુંબઈ અને સુરતમાં જ છે અને અમદાવાદના હીરા ઉદ્યોગ માત્ર મજૂરીકામ માટે એટલે કે, હીરા ઘસવા અને પોલીસિંગનું વર્ક જ થઈ રહ્યું છે. જેના કારણે લોકડાઉનમાં કારીગર વર્ગને ખૂબ જ મોટું નુકસાન થયું છે. અમદાવાદમાં એક કર્મચારી 15,000નું કામ કરતો હોય તો એવા 70 હજાર રત્નકલાકારોની લોકડાઉનના ચાર મહિના સુધી બેકાર રહ્યા હતા. જેના કારણે કારીગરને પગારની બાબતોમાં પણ કરોડોનું નુકસાન થયું છે પરંતુ હાલ ડાયમંડ બિઝનેસમાં થોડી લેવાલી શરૂ થઈ છે. જેના કારણે રત્નકલાકારોને પૂરતું કામ મળી રહે છે. એટલા માટે ડાયમંડ એસોસીએશન દ્વારા દિવાળીનું વેકેશન ટૂંકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તમે બીજી તરફ હીરાના વેપારીએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાની લેવાલી જોવા મળી રહી છે. જેના કારણે હીરા ઉદ્યોગમાં તેજી આવી છે અને દિવાળીની રજાઓના દિવસોમાં જો કારખાનાઓ બંધ ન રહે તો તેનો સીધો ફાયદો રત્નકલાકારોને થશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન 22 દિવસનું પડતું હતું પરંતુ હવે આ વર્ષે સાત દિવસનું જ વેકેશન આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp