બુકફેરમાં AMCએ ફ્લોટિંગ લાઈબ્રેરી શરૂ કરી 12 મિનીટ વાંચવાના 130 રૂપિયા

PC: youtube.com

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાનીના હસ્તે અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે બુકફેરની શરૂઆત કરવામાં આવી હતી અને તેની સાથ સાથે ફ્લોટિંગ લાઈબ્રેરીની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ આ ફ્લોટિંગ લાઈબ્રેરીમાં વાંચન કરવા માટે લોકોને ખૂબ મોટી રકમ ચૂકવવી પડે છે. લોકો નદીમાં બોટમાં બેસીને શાંતિથી વાંચી શકે તે માટે ફ્લોટિંગ લાઈબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે પરંતુ ફ્લોટિંગ લાઈબ્રેરીમાં માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ કે, લોકો બેસીને વાંચી શકશે નહીં કારણ કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લોટિંગ લાઈબ્રેરીમાં 12 મિનીટ વાંચવાની ટિકિટનો ભાવ 130 નક્કી કરવામાં આવ્યો છે. આ 130 રૂપિયામાં 100 રૂપિયા ટિકિટદર અને 30 રૂપિયા સર્વિસ અને ટેક્સનો સમાવેશ થાય છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લોટિંગ લાઈબ્રેરીની શરૂઆત કોઈ પણ વિચારણા કર્યા વગર કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, જ્યારે વિદ્યાર્થીઓ લાઈબ્રેરીમાં કલાકો સુધી બેસીને વાંચે છે ત્યારે પણ આખું પુસ્તક વાંચી શકતા નથી તો 12 મિનીટમાં વિદ્યાર્થીઓ કે, શહેરીજનો કેટલું વાંચી શકે. ફ્લોટિંગ લાઈબ્રેરીની શરૂઆત થયા પછી માત્ર એકલ દોકલ નાગરીકો જ આ લાઈબ્રેરીનો ઉપયોગ કરી રહ્યા છે.

વધુ પડતી ટિકિટના કારણે આ ફ્લોટિંગ લાઈબ્રેરીને લોકોનો નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. ફ્રીમાં ફ્લોટિંગ લાઈબ્રેરીનો ઉપયોગ કરવા ઈચ્છતા લોકો માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક સ્કીમ બહાર પાડવામાં આવી છે. જેમાં બુકફેરમાંથી બુકની ખરીદી કરીદી કરનાર વ્યક્તિ બીલ બાતાવીને ફ્રીમાં 12 મિનીટ વાંચી શકે છે. જેથી 24 કલાકના સમયના 35 લોકોએ બુકનું બીલ બતાવીને આ લાઈબ્રેરી સેવાનો લાભ લીધો છે અને માત્ર 5 લોકોએ ટિકિટ લઈને લાભ લીધો હતો.

આ બાબતે ફ્લોટિંગ લાઈબ્રેરીમાં વાંચન કરતા લોકોએ જણાવ્યું હતું કે, આમ તો બધા લાઈબ્રેરીમાં વાંચન કરતા હોય છે, પણ અમને એમ થયું કે, નદીમાં ફ્લોટિંગ બોટમાં બેસીને વાંચીએ તો વધારે મજા આવે પણ અહિયાં ફ્લોટિંગ લાઈબ્રેરીમાં વાંચવાનો 12 મિનીટનો ચાર્જ 130 રૂપિયા છે. તો 12 મિનીટમાં તો કેટલું વંચાય એટલે આ ફ્લોટિંગ લાઈબ્રેરીનો ચાર્જ ખૂબ વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp