લગ્નના 9માં દિવસે યુવતીને થયો પેટમાં દુખાવો ડૉક્ટરે કહ્યું...

PC: timesofindia.indiatimes.com

અમદાવાદમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે કે, લગ્ન બાદ 9 દિવસ પછી પેટમાં દુખાવો થતા પરિણીતાને સારવાર માટે પતિ હોસ્પિટલે લઇ ગયો હતો. જ્યાં ડૉક્ટર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પરિણીતા પ્રેગ્નેન્ટ છે. આ વાતની જાણ પરિવારના અન્ય સભ્યોને થતા તેઓ પરિણીતાને ત્રાસ આપી રહયા હતા. આ ઉપરાંત સાસુ-સસરા પરિણીતા પાસેથી દહેજ માંગી રહ્યા હતા અને પતિ છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યો હતો. જેથી પરિણીતાએ કંટાળીને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી 31 વર્ષની યુવતીના લગ્ન વર્ષ 2018માં ધોળકાના એક યુવક સાથે થયા હતા. યુવતીએ કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. લગ્ન બાદ સાસુ-સસરા દહેજની માંગણીને લઇને અલગ-અલગ પ્રકારે ત્રાસ ગુજારતા હતા. સાસુ-સસરા યુવતીને પોતાના પિતા પાસેથી 2 લાખ રૂપિયા લઈ આવવાનું જણાવ્યુ હતું. લગ્નના નવ દિવસ પછી તેને પેટમાં દુખાવો થતાં તેને પતિ સારવાર માટે અમદાવાદના બોપલ ખાતે હોસ્પિટલમાં લઇ ગયો હતો. બોપલની મેટરનીટી હોસ્પિટલમાં ડૉક્ટરે જ્યારે પરિણીતાની તપાસ કરી ત્યારે તે ગર્ભવતી હોવાનું સામે આવ્યુ હતું.

લગ્નના નવ દિવસ પછી પરિણીતા ગર્ભવતી થતાં પતિ પત્ની પર શંકા કરતો હતો અને જેના કારણે અવાર નવાર તેને ત્રાસ આપતો હતો. સાસુ-સસરા દહેજ માટે દબાણ કરતા હતા અને પતિ છૂટાછેડા લેવા માટે પત્ની સાથે ઝઘડા કરીને તેને ત્રાસ આપતો હતો. જેથી યુવતી કંટાળીને પિયરમાં રહેવા આવી ગઇ હતી. ત્યારબાદ તેને સાસરિયાઓ અને પતિ સામે અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદ લઈને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવાર નવાર દહેજની માગણીના કિસ્સાઓ સામે આવે છે. ક્યારેક સાસરિયાઓ દ્વારા પરિણીતાને દહેજની માંગણી માટે માર મારવામાં આવે છે. તો ક્યારેક ઘરની બહાર કાઢી મૂકવામાં આવે છે. તો કેટલાક કિસ્સાઓમાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં વધુ એક પરિણીતાએ દહેજની માંગણીને લઇને સાસરિયાઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp