પતિએ આડા સંબંધમાં પત્નીની હત્યા કરી લાશના ટૂકડા કર્યા, માથું ગુફામાંથી મળ્યું

PC: youtube.com

રાજ્યમાં હત્યા, ચોરી, લૂંટફાટ અને મારામારી જેવા કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં એરંડી ગામમાં રહેતા અને મોરવા હડફના કડાદરા ગામથી ગુમ થયેલા પતિ-પત્નીની શોધખોળ દરમિયાન મહિલાનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. આ બાબતે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આડા સંબંધને લઇને પતિએ જ તેની પત્નીની હત્યા કરી હતી અને ત્યારબાદ પતિ પત્નીની લાશને જંગલમાં નાખીને ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને હત્યારા પતિની ધરપકડ કરી હતી.

રિપોર્ટ અનુસાર ગોધરા તાલુકાના એરંડી ગામમાં શૈલેષ માલીવાડ તેના પરિવારની સાથે રહે છે. શૈલેષ માલીવાડના લગ્ન મોરવાહડફના કડાદરા ગામમાં રહેતી સંગીતા બામણીયા નામની યુવતી સાથે થયા હતા. 2 મેના રોજ શૈલેષ તેની પત્ની સંગીતાને તેના પિયરમાં મુકવા માટે ગયો હતો અને ત્યારબાદ શૈલેષ પત્નીને 7મી મેના રોજ લેવા માટે ગયો હતો. સાસરિયામાંથી નીકળ્યા બાદ પતિ પત્ની તેના ઘરે પહોંચ્યા નહોતા. તેથી બંનેના પરિવારજનો એ શૈલેષ અને સંગીતાની શોધ કરી હતી અને આ બાબતે મોરવાહડફ પોલીસ સ્ટેશનમાં સંગીતાના પિતાએ શૈલેષ અને સંગીતા ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદ નોંધીને શૈલેષ માલીવાડના મોબાઇલ નંબરના લોકેશનના આધારે તેને ઇડરની બસમાંથી પકડી પાડયો હતો અને ત્યારબાદ પોલીસે શૈલેષની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેને પત્નીની હત્યા કરી નાંખી છે. શૈલેષે પોલીસને જણાવ્યું હતું કે તે સંગીતાને લઈને પરત જઇ રહ્યો હતો ત્યારે મેહુલિયા ગામના જંગલમાં પહેલા ધારિયાથી પત્નીનું ગળું કાપ્યું હતું અને ત્યારબાદ ધડ અલગ કર્યું હતું અને પછી પત્નીની લાશના ટુકડા કર્યા હતા. ત્યારબાદ માથુ અને સંગીતાના કપડાને જંગલની એક ગુફામાં સંતાડી દીધા હતા.

જેથી પોલીસે શૈલેષની ધરપકડ કર્યા બાદ સંગીતાની લાશને શોધવા માટે જંગલમાં શોધખોળ કરી હતી અને પોલીસને શૈલેષને લઈને ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યાં પોલીસે લાશના ટુકડાઓને અલગ-અલગ જગ્યાઓ પરથી એકઠા કરીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે સંગીતાના પિતાની ફરીયાદના આધારે શૈલેષ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

પોલીસની પૂછપરછમાં શૈલેષે.એવી પણ કબૂલાત કરી હતી કે, સંગીતાની હત્યા કરવાનું કારણ તેને અન્ય પુરુષ સાથેના આડા સંબંધ છે અને સંગીતાનો મોબાઈલ જોતા આ વાત જણાવી હતી. આ બાબતે બંને વચ્ચે તકરાર થયા બાદ તેને સંગીતાને મોતને ઘાટ ઉતારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp