2019મા ભાજપમાં જોડાયેલા શ્રેય હોસ્પિટલના માલિકે વિદ્યાર્થીનીની છેડતી કરી હતી

PC: youtube.com

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બની છે, તે હોસ્પિટલના માલિક ભરત મહંતે ગત લોકસભાની ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે ભજપનો ખેસ ધારણ કર્યો હતો. મહત્ત્વની વાત છે કે, ભરત મહંત પોલિટિકલમાં પણ સારી નામના ધરાવે છે. કારણ કે, ભરત મહંતના પિતા વિજય મહંત કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. માધવસિંહ સોલંકીના સમયે સૌરાષ્ટ્રમાં સ્વ. પેથલજી ચાવડાના અંગત માણસ તરીકેની છાપ પણ ધરાવતા હતા. વિજય મહંત એક સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

સૌરાષ્ટ્રમાં પેથલજી ચાવડા અને ભરત મહંત પિતા વિજય મહંતની પકડ પોલિટિકલ લેવલે ખૂબ સારી હતી. જેના કારણે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં જવાહર ચાવડાએ કેસરિયા કર્યા હતા અને ત્યારબાદ ભરત મહંત પણ ભાજપમાં જોડાયો હતો.

ભરત મહંત હાલ ગાંધીનગરમાં રહે છે અને તે 2002માં કુતિયાણા વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયો હતો. હાલ ભરત મહંત અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ ચલાવી રહ્યો છે. તો બીજી તરફ હોસ્પિટલમાં આગની ઘટનામાં 8 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવા છતાં પણ પોલીસે હોસ્પિટલ સામે ફોજદારી ગુનો દાખલ કર્યો નથી.

ભરત મહંતે 2002ની ચૂંટણી લડ્યા પછી રાજકારણ મૂકી દીધું હતું અને ત્યારબાદ ભરત મહંતે અમદાવાદના નારણપુરામાં નર્સિંગ કોલેજ શરૂ કરી હતી અને તેમાં પત્નીને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી હતી. જુલાઈ 2015માં પરંતુ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના રૂમમાં ઘૂસી ભરત મહંતે તેને બાથમાં ભીડી લીધી હતી ત્યાર બાદ વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને વિદ્યાર્થીનીએ હિંમત કરી અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ભરત મહંત સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. તે વખતે ભરત મહંતે રાજકીય વગનો ઉપયોગ કરીને સમગ્ર મામલાને દબાવી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, જ્યારે વિદ્યાર્થિનીનો છેડતીનો કિસ્સો સામે આવ્યો. તે સમયે ભરત મહંત ભાજપમાં ન હોવા છતાં પણ આખો મામલો દબાવી દીધો હતો પરંતુ હવે જ્યારે હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે ત્યારે ભરત મહંત ભાજપ સાથે જોડાયેલો છે ત્યારે હવે સમગ્ર મામલે સવાલ એ ઉભો થાય છે કે, આ મામલાને પણ ભરત મહંત તેની પોલિટિકલ વગ વાપરીને દબાવી દેશે કે, પછી મુખ્યમંત્રીના આદેશ બાદ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp