દંડથી બચવા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યાં, એક દિવસમાં હજારો મુસાફરો વધ્યા

PC: youtube.com

દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી થયા પછી વાહન ચાલકો પાસેથી 10,000, 25,000, 50,000, અને 1 લાખ રૂપિયા કરતા વધારે દંડ કરવામાં આવ્યો હોય તેવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સાથે એવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે, વાહનની કિંમત કરતા વધારે દંડ ફટકારવામાં આવતા વાહન ચાલક દંડ ભરવાના બદલે પોતાનું વાહન પોલીસને જમા કરાવી દે છે ત્યારે હવે ગુજરાતમાં પણ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયો છે અને વાહન ચાલકો મોટા-મોટા દંડ ભરવાથી ડરી રહ્યા છે. કેટલાક લોકો તો પોતાના અધૂરા ડોક્યુમેન્ટ્સ પૂર્ણ કરવા માટે RTOની કે PUC સેન્ટરની બહાર લાઈન લગાવીને ઊભા છે. તો અમદાવાદમાં તો વાહન ચાલકોએ બે દિવસના સમયમાં 27 લાખ રૂપિયાના દંડની ભરપાઈ કરી છે.

સરકાર દ્વારા ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડની રકમમાં વધારો કરવામાં આવતા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે ઉપયોગ કરતા થયા છે. આ કહેવાનું કારણ એ છે કે, અમદાવાદમાં એક જ દિવસમાં 80 હજારથી વધારે મુસાફરોએ AMTS અને BRTS બસનો ઉપયોગ કર્યો હતો. આ મુસાફરોમાં સ્ટુડન્ટ અને નોકરીયાત લોકોનો સમાવેશ થાય છે. વેકેશનના સમયમાં પણ આટલી મોટી સંખ્યામાં મુસાફરોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો નથી. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં પેસેન્જરનો વધારો થતા એવું લાગી રહ્યું છે કે લોકો નવા મોટર વ્હીકલ એક્ટના ડરથી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે.

આ બાબતે AMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે, AMTS અને BRTS બસના લોન્ચ પછી પહેલીવાર આટલા મુસાફરોએ એક દિવસમાં મુસાફરી કરી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp