ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ વિદ્યાર્થીનીનું મોત, લોકોએ કર્યો પથ્થરમારો

PC: khabarchhe.com

અમદાવાદમાં વસ્ત્રાલ રીંગરોડ હવે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે કારણ કે, વસ્ત્રાલ ચાર રસ્તા પાસે કોઈ બમ્પ ન હોવાના કારણે જીવલેણ અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. થોડાં દિવસો પહેલા જ અહીં અકસ્માતના કારણે એક પ્રેગનેન્ટ મહિલાનું મોત નીપજ્યું હતું. તો આજે 14 વર્ષની વિદ્યાર્થીની શાળાએ જઈ રહી હતી, ત્યારે વિદ્યાર્થીની ટ્રકની અડફેટે આવી ગઈ હતી. જેના કારણે વિદ્યાર્થીનીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો અને ટ્રકમાં તોડફોડ કરી હતી. ઘટનાને પગલે પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી લોકોને શાંત કરવાના પ્રયાસો કર્યા હતા.

રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. જેના કારણે લોકોને ખસેડવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે પબ્લિકને રસ્તા પરથી હટાવીને રસ્તો શરૂ કરાવ્યો હતો. સ્થાનિક લોકોની માગ છે કે, આ રસ્તા પર જીવલેણ અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે રસ્તા પર બમ્પ બનાવવામાં આવે.

સ્થાનિક લોકોએ મીડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રસ્તા પર લગાડવામાં આવેલા બમ્પ કાઢી નાખવામાં આવ્યા છે. એટલે ટ્રકવાળાએ એક છોકરીને ઉડાવી દીધી છે. છોકરીનું મૃત્યુ થયું છે. આ બાબતે અમે પહેલા પણ અરજીઓ આપી હતી. પણ હજુ સુધી બમ્પ બનાવવામાં આવ્યા નથી. 15 દિવસ પહેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને રોજ નાનામોટા એક્સિડન્ટ તો થાય જ છે. પોલીસ દ્વારા ટ્રાફિક રોકવામાં આવતો નથી. અઠવાડિયા પહેલા એક બનાવ બન્યો હતો તેમાં એક પ્રેગનેન્ટ મહિલાનું મોત થયું હતું અને અત્યારે એક 14 વર્ષની છોકરી મરી ગઈ છે. આ છોકરી મિલેટ્રીવાળાની હતી.

પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યારે સ્થિતિ કાબુમાં છે અને રોડ ચાલુ થઇ ગયો છે. ફેટલ એક્સિડન્ટ થયો હતો. અત્યારે રસ્તો ચાલુ થઇ ગયો છે અને લાઠીચાર્જ કરવામાં નથી આવ્યો. માત્ર લોકોને ખસેડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp