ટ્રમ્પની સ્પીચ શરૂ થયાની 5 મિનિટમાં જ સ્ટેડિયમ ખાલી થવા માંડ્યુ હતું, જુઓ વીડિયો

PC: dainikbhaskar.com

24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખોની સંખ્યામાં લોકોએ રસ્તા પર અને સ્ટેડિયમમાં ઉપસ્થિત રહીને ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રોડ-શો પૂર્ણ કરીને મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચ્યા ત્યારે સ્ટેડિયમમાં રહેલા લોકોનો ઉત્સાહ બમણો થઇ ગયો હતો, પરંતુ તાપ અને ગરમીના કારણે મોટાભાગના લોકો કાર્યક્રમ શરૂ થયાના થોડાં સમયમાં જ સ્ટેડિયમમાંથી બહાર નીકળવા લાગ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનીને ઈન્ટ્રોડક્ટરી સ્પીચ આપી હતી અને ત્યારબાદ બપોરના 1:55 વાગ્યે ટ્રમ્પની સ્પીચ શરૂ થઇ હતી. ટ્રમ્પની સ્પીચ શરૂ થયા પછીના પાંચથી સાત મિનિટના સમયમાં જ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો સ્ટેડિયમની બહાર નીકળવા લાગ્યા હતા. કારણ કે, લોકોને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ શરૂ થયાના ત્રણ કલાક પહેલા એન્ટ્રી આપવામાં આવી હતી. ટ્રમ્પની સ્પીચ શરૂ થયાના પાંચથી સાત મિનિટના સમયમાં પોતાના સ્થાન પરથી ઊભા થઇને લોકો સ્ટેડિયમની બહાર જવા લાગ્યા હતા.

સ્ટેડિયમને ખાલી થતું જોઈને પોલીસકર્મીઓએ લોકોને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકો મોટી સંખ્યામાં હોવાથી પોલીસ લોકોને સ્ટેડિયમની બહાર જતા અટકાવી શકી નહોતી. આ ઉપરાંત લોકો ગરમીથી એટલા ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા કે, જેવો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પૂર્ણ થયો એવી લોકોની ભીડ માત્ર દસ મિનિટના સમયમાં જ સ્ટેડિયમની બહાર નીકળી ગઈ હતી. લાખો લોકોની ભીડ વચ્ચે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ શાંતિથી પૂર્ણ થઇ જતા પોલીસ અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp