યુવતીને હનિમૂનમાં પણ 'એન્જોયમેન્ટ' ન મળ્યું, દારૂડિયા પતિની ઊલટી સાફ કરવી પડી

PC: cdn.strandofsilk.com

અમદાવાદ શહેરમાં એક યુવતી માટે હનિમૂન એક સૌથી ખરાબ સમય બનીને એના જીવનમાં રહી ગયો છે. સામાન્ય રીતે દરેક યુવતીના જીવનમાં હનિમૂન એક યાદગાર પીરિયડ હોય છે. પણ આ કેસમાં યુવતીને હનિમૂનમાં પણ માર ખાવો પડ્યો હતો. હનિમૂનમાં ગયા બાદ પતિએ ચિક્કાર દારૂ પીધો હતો. પછી ઊલટીઓ કરતો હતો. પત્ની એને સાફ કરતી હતી. જ્યારે પતિ એના પર આશંકા રાખીને ઢોર માર મારતો હતો. આ સમગ્ર બાબતથી કંટાળીને પતિ સહિતના સાસરિયાના લોકો પર યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી 26 વર્ષની યુવતીના લગ્ન માંડલ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. વર્ષ 2017માં બંનેએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. એક વર્ષ સુધી સાસરિયાએ સારી રીતે રાખ્યા બાદ પતિ એને હનિમુન માટે શિમલા લઈ ગયો હતો. જ્યાં પતિએ ચિક્કાર દારૂ પીને ઊલટીઓ કરી હતી. જ્યારે યુવતી પતિની ઊલટી સાફ કરતી ત્યારે પતિ એના પર આશંકા રાખીને ઢોર માર મારતો હતો. એક દિવસ પતિ દારૂ ઢીંચીને આવ્યો હતો પછી યુવતીને માર મારવા લાગ્યો હતો. આ મામલે તેણે પોતાના સાસુ સસરાને ફરિયાદ કરી હતી. પણ દીકરાના માતા પિતાએ એનું ઉપરાણું તાંણ્યું. જેમાં યુવતીને ખોટી ઠેરવી અપમાનીત કરી. દારૂ પીને યુવકે યુવતીને માર મારતા યુવતીને કાઢી મૂકી હતી. પછી યુવતી વિઠલાપુર ચોકડી તરપ જતી રહી હતી. જ્યાં પોલીસને તેને અટકાવીને પૂછપરછ કરી હતી. પછી યુવતીએ પોતાની આપવીતિ કહી હતી. પછી સાસરિયાને પણ સમજાવ્યા હતા. એ પછી બંને પક્ષના લોકોએ બેઠક કરી હતી. પણ યુવતીના સાસરિયાએ ચરિત્ર પર આશંકા જણાવી અપમાનીત કરી. પછી સંબંધ કરાવવામાં મધ્યસ્થી કરનારને બોલાવવામાં આવ્યો હતો. જેમાં સાસરિયાએ કહ્યું કે, કરિયાવરમાં કંઈ આપ્યું નથી. જો રૂ.10 લાખ ન આપે તો છૂટું કરી દેવાનું કહીને ત્રાસ દેતા હતા. યુવતીના ભાઈ બહેનને ભાડે મોકલી આપો એવું કહીને અપમાન કરતા હતા.

અંતે યુવતીએ કંટાળીને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહી પતિ, સાસરિયાના લોકો સામે પણ ફરિયાદ કરી છે. પોલીસે આ ફરિયાદ લઈને પતિ તેમજ સાસુ સસરાની પૂછપરછ શરૂ કરી દીધી છે. મહાનગરમાંથી દિવસે દિવસે ઘરેલું હિંસાના કેસ વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp