PM કેર્સ ફંડમાંથી ફરિદકોટ મોકલવામાં આવેલા 80 વેન્ટિલેટર્સમાંથી 71 ખરાબ

PC: aajtak.in

પીએમ કેર્સ ફંડમાંથી મંગાવવામાં આવેલા વેન્ટિલેટર્સની ગુણવત્તા પર સવાલ ઉઠવા માંડયા છે. ગયા વર્ષે પીએમ કેર્સ ફંડ હેઠળ પંજાબમાં ઉપલબ્ધ કરવામાં આવેલા વેન્ટિલેટર્સ મોટી સંખ્યામાં ઉપયોગમાં નથી આવી રહ્યા છે. એની પાછળ વેન્ટિલેટર્સની ખરાબ ગુણવત્તા કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેન્ટિલેટર્સ થોડો સમય ચાલીને બંધ થઇ જાય છે.

ફરીદકોટની ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવેલા 80 વેન્ટિલેટર્સમાંથી 71 વેન્ટિલેટર્સ ખરાબ છે. આ વેન્ટિલેટર્સ પીએમ કેર્સ ફંડળ હેઠળ મોકલવામાં આવ્યા હતા. ડોકટરોનું કહેવું છે કે આ વેન્ટિલેટર્સની ગુણવત્તા ખરાબ છે અને ઉપયોગમાં લેતી વખતે એકાદ કલાકમાં જ બંધ થઇ જાય છે.

અનેસ્થેસિસ્ટસે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્રારા મોકલવામાં આવેલા આ વેન્ટિલેટર્સની ગુણવત્તા પર ભરોસો કરી શકાય તેમ નથી, કારણ કે જયારે આ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે અચાનક બંધ પડી જાય છે. એક ડોકટરે કહ્યું કે મશીન વારંવાર બંધ  પડી રહ્યા હોવાથી અમે દર્દીઓના જીવ જોખમમાં મુકી શકીએ નહીં.

મેડિકલ કોલેજના અધિકારીઓએ કહ્યું હતું કે ફરીદકોટ મેડિકલ કોલેજમાં 39 વેન્ટિલેટર હતા, જેમાંથી 32 કામ કરતા હતા. મોટી સંખ્યામાં વેન્ટિલેટર્સની અછતને કારણે  અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે હોસ્પિટલમાં 300થી વધારે કોવિડ પેશન્ટ ભરતી કરવામાં આવેલા છે.

 પંજાબના મુખ્ય સચિવ વિની મહાજવે ખરાબ વેન્ટિલેટરને રિપેર કરવા માટે એન્જિનિયર અને ટેકનિશિયનનો કામ પર રાખવાની મંજૂરી આપી દીધી છે. ટેકનિશ્યનો આજે ફરીદકોટ પહોંચશે તેવી ધારણાં રાખવામાં આવી છે. રાજય સરકારે મેડિકલ કોલેજના અધિકારીઓને એવું આશ્વાસન આપ્યું છે કે 10 વેન્ટિલેટર્સ તાકીદે હોસ્પિટલને પહોંચાડવામાં આવશે.

સુત્રોએ કહ્યું હતું કે ગયા વર્ષે કેન્દ્ર સરકારે 250 વેન્ટીલેટર્સ મોકલ્યા હતા જેની કિંમત 25 કરોડ રૂપિયા હતી. જો કે આમાંથી કેટલાંક વેન્ટીલેટર્સ હજુ સ્વાસ્થ્ય વિભાગના સ્ટોરમાં હજુ પણ પડયા છે. કેટલાંક મશીનોનો ઉપયોગ શરૂ કર્યો તો મુશ્કેલી આવવા માડીં પંજાબમાં વેન્ટિલેટર સંચાલન કરવા માટે ટેકનિશ્યોની પણ મોટી અછત છે.

આપણાં દેશમાં વેન્ટિલેટર્સ માટે રૂપિયા છે, પણ તેનો યોગ્ય સમયે ઉપયોગ ન થાય અને સમયસર દર્દીને લાભ ન મળે તો એવા ફંડનો અર્થ સાકાર થતો નથી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp