વિદેશમાં કોરોના વેક્સીન મોકલવાના વિપક્ષના આરોપ પર BJPએ આપ્યો જવાબ

PC: aajtak.in

કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતમાં નવા કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને તેની સાથે જ પહેલી લહેરની તુલનામાં કોરોના મોતનો ગ્રાફ પણ વધ્યો છે. કોરોના મહામારીના આ સમયમાં વિપક્ષે આરોપ લગાવ્યો છે કે આવા સમયમાં જ્યારે દેશ વેક્સીનની અછતને લઇ સંઘર્ષ કરી રહ્યો છે, સરકાર વિદેશોમાં વેક્સીન મોકલી રહી છે.

આ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબીત પાત્રાએ જવાબ આપ્યો છે. પાત્રાએ કહ્યું કે ભારત તરફથી પાડોશી દેશોને મદદ માટે વેક્સીન મોકલવામાં આવી કારણ કે પાડોશી દેશોને સુરક્ષિત કરવા પણ આપણી જવાબદારી છે. સંબિતે આરોપ લગાવ્યો છે કે વેક્સીનને લઇ કોંગ્રેસ પાર્ટી સતત ભ્રમ પેદા કરવાની કોશિશ કરી રહી છે.

ભાજપા પ્રવક્તાએ કહ્યું, ગઇકાલ સુધીમાં લગભગ 6.63 કરોડ વેક્સીન ભારત બહાર મોકલવામાં આવી હતી. એવા સવાલ થઇ રહ્યા છે કે દેશની બહાર વેક્સીન શા માટે મોકલવામાં આવી રહી છે. આ વેક્સીન બે કેટેગરીમાં મોકલવામાં આવી છે. પહેલી મદદના રૂપમાં માત્ર 1 કરોડ વેક્સીન મોકલી છે. બાકી 5 કરોડથી વધારે વેક્સીન દાયિત્વના રૂપામાં મોકલવામાં આવી છે. પડોશના 7 દેશોમાં અમે 78.5 લાખ વેક્સીનના ડોઝ મદદના રૂપમાં મોકલ્યા છે. બાકીના 2 લાખ ડોઝ UN પીસ કીપિંગ ફોર્સને આપ્યા છે કારણ કે 6000થી વધુ આપણા દેશના જવાનો જુદા જુદા દેશોમાં પીસ કીપિંગ માટે કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની બીજી લહેરે ભારતનું સ્વાસ્થ્ય માળખું ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. બેડ અને ઓક્સિજનની અછતથી હોસ્પિટલો સંઘર્ષ કરી રહી છે. કોરોના વેક્સીનેશન કેન્દ્રો પર લોકોની લાંબી લાઇનો લાગી રહી છે. ઘણાં રાજ્યો પાસે વેક્સીનનો સ્ટોક ક્યાં તો ખતમ થઇ ગયો છે કે ખતમ થવા આવ્યો છે. આ કારણે 18 થી 45 વર્ષની ઉંમરના લોકો માટે વેક્સીનેશનના કાર્યક્રમને જોઇએ એવી ગતિ મળી રહી નથી.

ભાજપા પ્રવક્તાએ કહ્યું કે, WHO સાથેના કોવેક્સ કરાર અનુસાર ભારતે 3 ટકા વેક્સીન નક્કી કરેલા ભાવે ઘણાં દેશોને આપવાની છે, જેમણે આ કરાર સાઇન કર્યો છે. લગભગ 14 ટકા વેક્સીન યૂકે ગઇ છે. કારણ કે કોવિશીલ્ડનું લાયસન્સ એસ્ટ્રાજેનેકા પાસે છે. 12.1 ટકા વેક્સીન સાઉદી આરાબ ગઇ છે. કારણ કે ત્યાં ભારતીય સમુદાયના બુકિંગના હિસાબે વેક્સીન મગાવાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp