ગુજરાતમાં આજે 510 નવા પોઝિટિવ કેસ, આજે 22 જિલ્લામાં આવ્યા નવા કેસ, જુઓ આંકડા

PC: Khabarchhe.com

ગુજરાતમાં આજે 510 નવા કેસો સામે આવ્યા છે અને 35 લોકોના મરણ થયા છે, જ્યારે 344 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં 19119 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. જેમાં 63 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 4855 સ્ટેબલ છે. 13011 દર્દીઓને અત્યારસુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1190 લોકોના મોત થયા છે. આજે 35 લોકોના મોત થયા છે, જેમાંથી 30 લોકો અમદાવાદના છે, જ્યારે સુરતમાં 2 નિધન થયા છે. ભાવનગર, આણંદ અને સુરેન્દ્રનગર ખાતે 1-1 લોકોના મરણ થયા છે. ગુજરાત સરકારે અત્યારસુધીમાં 239911 ટેસ્ટ કર્યા છે.

હાલમાં ગુજરાતમાં કુલ 221149 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે, જેમાંથી 213717 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે, 7432 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે.

Image

આજની નવા કેસોની જિલ્લાવાઇઝ વિગત...

અમદાવાદ 324 કેસ

સુરત 67 કેસ

વડોદરા 45 કેસ

ગાંધીનગર 21 કેસ

મહેસાણા 9 કેસ

પાટણ 6 કેસ

જામનગર 6 કેસ

વલસાડ 5 કેસ

ભાવનગર 4 કેસ

અમરેલી 4 કેસ

ખેડા 3 કેસ

ભરૂચ 3 કેસ

સુરેન્દ્રનગર 3 કેસ

ડાંગ 2 કેસ

બનાસકાંઠા 1 કેસ

રાજકોટ 1 કેસ

અરવલ્લી 1 કેસ

સાબરકાંઠા 1 કેસ

છોટા ઉદેપુર 1 કેસ

જૂનાગઢ 1 કેસ

નવસારી 1 કેસ

દેવભૂમિ દ્વારકા 1 કેસ

દેશની વાત કરીએ તો 5 જૂન સવારે 8 કલાક સુધીના રિપોર્ટ મુજબ દેશમાં આજે નવા 9851 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 226770 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 6348 લોકોના મોત થયા છે. જ્યારે 110960 એક્ટિવ કેસ છે અને 109462 સાજા થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 77793 કન્ફર્મ કેસ છે, જ્યારે ત્યારબાદ તામિલનાડુમાં 27256 કેસ છે. દિલ્હીમાં પણ 25004 કેસ છે.

જ્યારે વિશ્વની વાત કરીએ તો કુલ 6,515,796 પોઝિટિવ કેસો દુનિયામાં આવી ગયા છે અને 387,298 લોકોના મોત થયા છે. આજે દુનિયાભરમાં 129,281 નવા કેસ સામે આવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp