સૌથી વધારે વેક્સીન લગાવ્યા પછી પણ કોરોનાથી ત્રસ્ત છે આ દેશ, WHO પણ ચિંતિત

PC: woinews.com

કોરોના વાયરસથી બચવા માટે સૌથી કરાગાર રસ્તો હાલમાં માત્ર વેક્સીનેશન જ છે. જોક આફ્રિકન દેશ સિશેલ્સમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસને લઈને એક વખત ફરીથી વેક્સીનને શંકાની નજરે જોવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે દુનિયામાં સૌથી વધુ વેક્સીનેશનનું કામ સિશેલ્સમાં જ  થયું છે. 7 મેસુધી સિશેલ્સમાં કોરોનાના બેગણા કેસો સામે આવી ચૂક્યા છે. જેના પછીથી આ આખી દુનિયા માટે ચિંતાનો વિષય બની ગયો છે.

સિશેલ્સના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે, અહીં ગયા અઠવાડિયે કોરોનાના એક્ટિવ કેસો બેગણા થઈ ગયા છે. કોરોનાના નવા કેસોની સંખ્યા 2486 સુધી પહોંચી ગઈ છે. હેરાન કરી દેનારી વાત એ છે કે તેમાંથી 37 ટકા લોકો કોરોના વેક્સીનના બે ડોઝ લઈ ચૂક્યા છે. સિશેલ્સમાં 57 ટકા લોકોને ચીનની સિનોફાર્મા અને બાકીના લોકોને ભારતમાં બની ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ લગાવવામાં આવી છે. ભારતમાં પણ મોટાભાગના લોકોને કોવિશિલ્ડ વેક્સીન જ લગાવવામાં આવી રહી છે. તેવામાં આ ભારત માટે ચિંતાની વાત છે.

જોકે સિશેલ્સ ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે, કોરોના વેક્સીન લેનારા કોઈ પણ સંક્રમિતનું હજુ સુધી મોત થયું નથી. 100000થી પણ ઓછી વસ્તીવાળા સિશેલ્સમાં વેક્સીનેશન અભિયાન ઘણું ઝડપથી ચલાવવામાં આવ્યું હતું. જોકે વધતા કેસોને જોતા ગયા અઠવાડિયે ફરીથી શાળાઓને બંધ અને ખેલ આયોજનોને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકોના મળવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિેશેલ્સમાં પર્યટન જ મોટાભાગના લોકોની આવક છે. પર્યટકો માટે આ જગ્યા જલદીથી ખોલી નાખવામાં આવશે. તેના માટે અહીં વેક્સીનેશન પર ઘણું ભાર આપીને તેને ઝડપી કરવામાં આવ્યું હતું.

ડાર્ટમાઉથ જિસેલ સ્કૂલોફ મેડિસિનના ક્લિનિકલ પ્રોફેસર ડેનિયલ લૂસીએ પોતાના બ્લોગમાં કહ્યું હતું કે સિશેલ્સમાં એપ્રિલના જેનેટિક સિક્વન્સીંગના ડેટા હજુ સુધી ઉપલબ્ધ થઈ શક્યા નથી. પ્રોફેસર ડેનિયલ લૂસીએ લખ્યું છે કે સિશેલ્સમાં ફેબ્રુઆરીના મહિનામાં દક્ષિણ આફ્રિકાનો વેરિયન્ટ B.1.351 મળી આવ્યો હતો. એક સ્ટડી પ્રમાણે, એસ્ટ્રાજેનેકાની વેક્સીન આ વેરિયન્ટ પર ઓછી કારાગર સાબિત ન હતી. આ કારણ છે કે દક્ષિણ આફ્રિકાએ એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર રોક લગાવી દીધી છે.

વેક્સીન પર ઉઠી રહેલા સવાલોની વચ્ચે WHOએ પણ ચિંતા જાહેર કરી છે. ડWHOનું કહેવું છે કે કોઈ પણ સમીક્ષા કર્યા વગર એ કહી શકાય તેમ નથી કે વેક્સીન કામ નથી કરી રહી. સિશેલ્સમાં વધતા કેસોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. WHOના વેક્સીન અને બાયોલોજિકલ વિભાગના ડાયરેક્ટર કેટ ઓ બ્રાયને એક બ્રિફીંગમાં કહ્યું છે કે WHO સિશેલ્સની સરકાર સાથે સીધા સંપર્કમાં છે. તેણે કહ્યું છે કે આ કેસને સમજવા માટે વાયરસના સ્ટ્રેન અને તેની ગંભીરતના સમીક્ષા કરવી જરૂરી છે. માત્ર વેક્સીન લગાવવાથી સંક્રમણને ફેલાવતો અટકાવી શકાય તેમ નથી. તે માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવું અને હાથ ધોવા ફરજિયાત છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp