ભારતે ખોટી ધારણા બનાવી કે કોરોના સમાપ્ત થઇ ગયો અને દેશ ખોલી નાખ્યોઃ ડૉ. ફાઉચી

PC: etb2bimg.com

અમેરિકાના ટોચના સંક્રામક રોગ વિશેષજ્ઞ ડૉ.એન્થની ફાઉચીએ અમેરિકન સાંસદોને કહ્યું કે, ભારતે ખોટી ધારણા બનાવી કે ત્યાં કોરોના વૈશ્વિક મહામારીનો પ્રકોપ સમાપ્ત થઇ ગયો છે અને સમય પહેલા દેશને ખોલી નાખ્યો. જેને લઇ ભારત ગંભીર સંકટમાં ફસાઇ ગયું છે. ભારત કોરોના વાયરસની અભૂતપૂર્વ બીજી લહેરથી ખરાબ રીતે પ્રભાવિત છે અને ઘણાં રાજ્યો હોસ્પિટલ સ્વાસ્થ્યકર્મી, વેક્સીન, ઓક્સિજન, દવાઓ અને બેડની અછત સામે સંઘર્ષ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ભારત હાલમાં જે ગંભીર સંકટમાં છે તેનું કારણ એ છે કે ત્યાં વાસ્તિવક વધારો હતો અને તેમણે ખોટી ધારણા બનાવી કે કોરોના મહામારી સમાપ્ત થઇ ગઇ છે. પછી બન્યું એવું કે ત્યાંની સરકારે સમય પહેલા બધું ખોલી દીધું અને હવે કોરોનાનો એવો ચરમ ત્યાં જોવા મળી રહ્યો છે જેની આપણે સૌને જાણ છે કે કોરોના કેટલો વિનાશકારી છે.

જાણ હોય તો, ડૉ. ફાઉચી અમેરિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન ડિઝીઝના ડિરેક્ટર છે અને રાષ્ટ્રપતિ જો બાઈડનના મુખ્ય ચિકિત્સા સલાહકાર પણ છે.

ડૉ.એન્થની ફાઉચીએ કહ્યું કે, સૌથી અગત્યની વાત એ છે કે સ્થિતિને ક્યારેય પણ ઓછી આંકવી જોઇએ નહીં. બીજી વસ્તુ જન સ્વાસ્થ્યના સંબંધમાં તૈયારી છે. તૈયારી જે ભવિષ્યની મહામારીઓ માટે આપણે કરવાની છે. વધુ એક પાઠ આપણે શીખવાની જરૂર છે કે આ વૈશ્વિક મહામારી છે જેને વૈશ્વિક પ્રતિક્રિયાની જરૂર છે અને સૌ કોઇએ જવાબદારી તરફ ધ્યાન આપવું જોઇએ કે આ માત્ર પોતાના દેશ પ્રત્યે નહીં બલ્કે અન્ય દેશો સાથે સામેલ થવાની પણ જરૂર છે. જેથી હસ્તક્ષેપ કરી શકાય ખાસ કરીને વેક્સીનને લઇ.

ડૉ. ફાઉચીએ કહ્યું કે, જો દુનિયાના કોઇપણ ભાગમાં વાયરસનો પ્રકોપ ચાલું રહે છે તો અહીં અમેરિકામાં પણ તેનો ખતરો છે, ખાસ કરીને વાયરસના અન્ય પ્રકારોનો અને તમે જાણો છો કે ભારતમાં એક પ્રકાર છે. જે નવો પ્રકાર છે...માટે ભારતમાં ચાલી રહેલી સ્થિતિને જોઇ આ બધા પરથી બોધપાઠ લઇ શકાય છે.

ભારતમાં નોંધાઇ રેકોર્ડ તોડ મોતો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના બુધવાર સુધીના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાથી એક દિવસમાં રેકોર્ડ તોડ 4205 લોકોના મોત થયા છે. ત્યાર બાદ મૃતકોની સંખ્યા 2,54,197 થઇ ગઇ છે. જ્યારે કોરોના સંક્રમણના 3,48,421 નવા કેસો સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp