ભારતમાં ઓમીક્રોનના સબ વેરિયન્ટ BA.5ની પણ પુષ્ટિ, આ રાજ્યમાં મળ્યો પહેલો કેસ

PC: hindustantimes.com

દેશમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે INSACOG ઓમીક્રોનના એક સબ વેરિયન્ટ BA.5ની ઉપસ્થિતિની પુષ્ટિ કરી છે. આ અગાઉ INSACOGએ દેશમાં BA.4ની પુષ્ટિ કરી હતી. તેમાંથી એક કેસ તામિલનાડુ, જ્યારે બીજો કેસ તેલંગાણામાં જોવા મળ્યો છે. ભારતીય SARS-CoV-2 અનુક્રમણ સંઘ (INSACOG)એ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, તામિલનાડુની એક મહિલા કોરોના વાયરસના સબ વેરિયન્ટ BA.4થી સંક્રમિત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

તેમના નિવેદન મુજબ, મહિલાના સામાન્ય લક્ષણ છે અને તે વેક્સીનના બંને ડોઝ લઈ ચૂકી છે તથા તેણે ક્યાંય પ્રવાસ પણ કર્યો નથી. નિવેદન મુજબ તેલંગાણામાં 80 વર્ષીય વ્યક્તિમાં વાયરસના સબ વેરિયન્ટ BA.5ની પુષ્ટિ થઈ છે. વૃદ્ધ વ્યક્તિમાં સામાન્ય લક્ષણ છે અને તે પણ વેક્સીનના બંને ડોઝ લઈ ચૂક્યો છે તેમજ તેણે ક્યાંયની મુસાફરી કરી નથી. એ સૌથી પહેલા આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાથી રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને હવે કેટલાક અન્ય દેશોમાં પણ રિપોર્ટ કરી ચુકાયા છે.

INSACOGએ જણાવ્યું કે, સાવધાનાના ભાગ રૂપે BA.4 અને BA.5 સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. તેમની સંપૂર્ણ જાણકારી એકત્ર કર્યા બાદ દેખરેખ રાખવામાં આવશે. તેણે આગળ કહ્યું કે, ચિંતાજનક સ્થિતિ નથી. સબવેરિયન્ટથી સંક્રમિત દર્દીઓને હાલમાં હૉસ્પિટલમાં એડમિટ થવાની જરૂરિયાત નથી. BA.4 અને BA.5 વૈશ્વિક સ્ટાર પર ચિંતા વધારી રહ્યા છે. તે ઓમીક્રોનના સબ વેરિયન્ટ માનવામાં આવે છે. આ બધા સૌથી પહેલા આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકમાં રિપોર્ટ કરવામાં આવ્યા હતા.

આ બંને સબ વેરિયન્ટના કેસ આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યા હતા અને હવે કેટલાક અન્ય દેશોમાં પણ તેની પુષ્ટિ થઈ રહી છે. દેશમાં રવિવારે કોરોના વાયરસના 2,226 નવા કેસ સામે આવ્યા હતા. એ સિવાય 65 લોકોના મોત થવાથી કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 5,24, 413 થઈ ગઈ છે. નવા કેસો સામે આવવા સાથે જ કુલ કેસોની સંખ્યા 4 કરોડ 31 લાખ 36 હજાર 371 સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન સક્રિય કેસોમાં 41નો ઘટાડો આવ્યો છે. તેની સાથે જ હવે તેની સંખ્યા 14 હજાર 955 રહી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp