શું હોય છે Raccoon DoGs? જેનાથી કોરોના ફેલાવાની થઇ રહી છે વાત

PC: techtimes.com

Raccoon Dogs એક જ માદા સાથે સંબંધ બનાવે છે. હાઇબરનેટ કરે છે એટલે કે વધારે સમય સુધી સૂતા રહે છે. આ કુતરા અને શિયાળો વચ્ચેની પ્રજાતિ છે. આ તેમના ફર અને માંસ માટે વેચવામાં આવે છે. તેનું મોટાભાગનું વેચાણ ચીનમાં થાય છે. તેની ઓળખ કાળા રંગના પેચવાળા ચહેરાથી થાય છે. હાલમાં તે કોરોના ફેલાવવા માટે ચર્ચામાં આવી ગયા છે. Raccoon DoGsને ચીનના હુનાન સી-ફૂડ માર્કેટમાં વેચવામાં આવે છે, પરંતુ ઓછી માત્રામાં. કોરોનાની શરૂઆતની સ્ટડી કરનારા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, Raccoon DoGsમાંથી કોરોના વાયરસ ફેલાયો હશે. કેમ કે, હુનાન માર્કેટમાં Raccoon DoGsના જેનેટિક મટિરિયલ મળ્યા છે, જેમાં કોરોના વાયરસનું સંક્રમણ મળ્યું છે.

જો કે, અત્યાર સુધી તેની પુષ્ટિ થઇ નથી કે Raccoon Dogsના કારણે માણસ સંક્રમિત થયા છે, પરંતુ સંક્રમણ દરમિયાન આ કોઇક ને કોઇક સીડી પર જરૂર ઉપસ્થિત હતા. એટલે તેનાથી કોરોના વાયરસ કોઇ અન્ય જીવમાં જરૂર ફેલાયો હશે. ચીનના વુહાન બજારમાં પણ Raccoon Dogsનું વેચાણ ગેરકાયદેસર રીતે થતું આવ્યું છે. Raccoon Dogs હકીકતમાં Raccoon પ્રજાતિના સંબંધી હોતા નથી. તે કેનિડ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. જે શ્વાન અને શિયાળો વચ્ચેની એક પ્રજાતિ છે.

તે શિયાળામાં હાઇબરનેશનમાં જતા રહે છે. લાંબા સમય સુધી છુપાઇને આરામ કરે છે. બસ એક વખત શિકાર કરીને લાંબી ઊંઘની મજા લે છે. સામાન્ય રીતે તે એક જ માદા સાથે સંબંધ બનાવે છે. એકલા રહે છે. ખૂબ જ દુર્લભ હોય છે કે તે કોઇ જોડા સાથે રહે. Raccoon Dogs સામાન્ય રીતે ચીન, કોરિયા અને જાપાનમાં જોવા મળે છે. આ દેશોમાં તેમણે તનુકી (Takuni) કહેવામાં આવે છે. તે યુરોપના પણ ઘણા વિસ્તારમાં જોવા મળે છે એટલે કે ત્યાં ઘૂસણખોરી કરી ચૂક્યો છે.

ચીન Raccoon Dogsની ફાર્મિંગ કરે છે જેથી તેના ફર અને માંસને વેંચી શકાય. ચીને માત્ર વર્ષ 2014માં 1.40 કરોડ Raccoon Dogsનું ઉત્પાદન કર્યું હતું, જે યુરોપના ઉત્પાદનથી 100 ગણું વધારે હતું. પ્રાણીઓના માર્કેટમાં તેને તેના માંસ માટે પણ વેચવામાં આવે છે. ખાસ કરીને ચીનના હુનાન અને વુહાન બજારમાં. અત્યાર સુધી એ વાતની પુષ્ટિ થઇ શકી નથી કે, કોરોના તેમના કારણે ફેલાયો છે, પરંતુ લેબોમાં એ સ્પષ્ટ થયું છે કે તેમને કોરોના સંક્રમણ થઇ શકે છે.

જો સંક્રમણ થઇ શકે છે તો તે પોતાના સાથી જીવ કે અન્ય જીવોને સંક્રમિત કરી શકે છે, પરંતુ તેમના કારણે કોઇ માણસ સંક્રમિત થયું હોય એવો અત્યાર સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. Raccoon Dogsને પાળી શકાય છે, પરંતુ સારો આઇડિયા નહીં હોય કેમ કે કોરોના સિવાય પણ તે ઘણા પ્રકારની બીમારીઓના વેક્ટર હોય છે. તેનાથી રેબિઝ પણ થઇ શકે છે. રોયલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રૂએલિટી ટૂ એનિમલ્સની સલાહ છે કે Raccoon Dogsને પાળવા ન જોઇએ. તેનાથી માણસોને જોખમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp