સુરત મહાનગરપાલિકાના કમિશનરે કહ્યુ- સુરતમાં કોરોના વધ્યો એટલે...

PC: youtube.com

સુરતમાં ચૂંટણી પછી એકાએક કોરોનાના કેસમાં વધારો થયો છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર પણ ખૂદ કહી રહ્યા છે કે, પહેલા 20થી 25 કેસ આવતા હતા હવે આ કેસ 100 સુધી પહોંચ્યા છે અને કેસની સંખ્યા 2%થી વધીને 6% થઈ ગઈ છે.

સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાનીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યારે RT-PCR ટેસ્ટનો પોઝિટિવીટી રેટ વધ્યો છે. પહેલા 2% હતો તે 6% થઈ ગયો છે. તેની સાથે-સાથે એ પણ જોયું છે કે, પહેલા 20થી 25 કેસ આવતા હતા અને હવે 100 સુધી આંકડાઓ પહોંચ્યા છે. આ બાબતે તપાસ કરતા જ્યારે લોકો ટ્રાવેલ કરતા સમયે અથવા તો બહાર જતા સમયે માસ્ક ન પહેરતા હોવાનું સામે આવ્યું છે. તેના સિવાય સ્કૂલ અને કોલેજો ખુલ્યા છે તેમાં પણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. લોકોને એમ થાય છે કે, કેસ ઘટી રહ્યા છે પણ તેની સાથે ખરેખર કેસમાં વધારો થઇ રહ્યો છે. આના નિવારણ માટે ટેસ્ટની સંખ્યા 10 હજારથી વધારે કરવામાં આવી છે. અલગ-અલગ સેન્ટર પર ટેસ્ટ વધારવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને શાળાઓમાં મહત્તમ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આમાં જો એક ટેસ્ટ પોઝિટિવ આવે તો તેની આજુબાજુના લોકોનું આપણે ટેસ્ટીંગ કરીએ છિએ.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે જેટલું વેક્સીનેશન વધારે કરીશું તેટલા વધારે લોકો સુરક્ષિત થશે. એટલા માટે વેક્સીનેશનનો વ્યાપ વધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લગભગ 30 હોસ્પિટલોને પણ એગ્રી કરાવડાવ્યા છે. આ હોસ્પિટલમાં આગામી દિવસોમાં વેક્સીનેશન ચાલુ કરીશું. મારી લોકોને વિનંતી છે કે, આપણે બધું ખોલીએ છીએ તેને લોકો ન્યૂ નોર્મલ તરીકે ગણે અને માસ્કનો ઉપયોગ કરે તો કોરોના વધવાની સંભાવના નથી. લોકો આ માસ્ક પહેરવાનું ટાળે છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ આવે છે.

તેમણે અંતમાં જણાવ્યું હતું કે, શાળાઓ પણ ખુલી છે. ટ્રાવેલ હિસ્ટ્રીમાં પણ જેટલા લોકો જાય છે તેની પણ જવાબદારી બને છે. માસ્ક અને વેક્સીન સાથોસાથ ચાલી રહ્યા છે. એટલે લોકોને પણ વિનંતી છે કે, આગામી 3 મહિના સુધી માસ્કનો ઉપયોગ અચૂક રીતે કરતા રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp