દેશમાં છેલ્લા 24 કલાકમાં 1804 નવા કેસ, આ રાજ્યની એક જ શાળામાંથી મળ્યા 37 કેસ

PC: thenewsminute.com

શું એક વર્ષ બાદ દેશમાં કોરોનાની ચોથી લહેર આવવાની છે? રવિવારે આખા દેશમાં 1805 નવા કેસ મળ્યા હતા, જે છેલ્લા 149 દિવસોમાં સૌથી વધુ છે. એટલું જ નહીં, પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોનાના ગઢ બનેલા મહારાષ્ટ્રમાં ફરી એક વખત ચિંતાના સમાચાર મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં રવિવારે જ 397 નવા કેસ સામે આવ્યા છે એટલે કે આખા દેશના એક ચતુસ્થાંસ કેસ માત્ર મહારાષ્ટ્રથી જ મળ્યા છે. તેની સાથે જ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા ઝડપથી વધાતા 10,300 થઈ ગઈ છે.

કોરોના વાયરસનો ડેઇલી પોઝિટિવ રેટ પણ 3.19 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ગઈ કાલે કોરોના વાયરસના કારણે 4 લોકોના મોત પણ થયા હતા. આ લોકો ચંડીગઢ, ગુજરાત, હિમાચલ અને ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. નવા કેસોની બાબતે અન્ય રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્રમાં વધારે ચિંતા દેખાઈ રહી છે. અહી રવિવારે 397 નવા કેસ મળ્યા છે, જેમાં ઠાણેથી 47 કેસ સામે આવ્યા છે. આખા દેશમાં કોરોના સંક્રમનની ગતિ 3 ટકાથી વધારે પહોંચી ગઈ છે.

આ દરમિયાન ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પણ રવિવારે 38 કેસો સામે આવ્યા છે. તેમાંથી 37 કેસો તો એક જ શાળામાંથી આવ્યા છે. આખા રાજ્યમાંથી કોરોનાના 62 કેસ મળ્યા છે. એટલું જ નહીં પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. બે અઠવાડિયાની અંદર જ 133થી વધીને કોરોના વાયરસના કેસ 415 થઈ ગયા છે. હાલમાં સૌથી વધુ 98 કેસ શિમલમાં નોંધાયા છે અને 95 કેસ મંડીમાં છે તો 64 કેસ કાંગડામાં છે.

કર્ણાટકમાં કોરોના વાયરસના 109 કેસ સામે આવ્યા છે, જ્યારે 168 નવા કેસ ગુજરાતથી સામે આવ્યા છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ સીઝન બદલાવાનો સમય છે. ક્યારેક પુષ્કળ ગરમી હોય છે તો ક્યારેક સવારે અને સાંજે સામાન્ય ઠંડી અનુભવાય છે. એવા સમયમાં સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે. આજે સાંજે હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે એક મીટિંગ બોલાવી છે, જેમાં તેઓ રજ્યોમાં કોરોના વાયરસની પરિસ્થિતિ બાબતે ચર્ચા કરશે. આખા દેશમાં 10 અને 11 એપ્રિલના રોજ મોક ડ્રિલ કરવાનો પ્લાન બની રહ્યો છે. તેમાં બધા જિલ્લાઓની હૉસ્પિટલોને સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને કોરોના અને એનફ્લૂએન્જાના બચાવ માટે ગાઈડલાઇન આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp