ફ્રીની સરકારવાળા કટાક્ષ પર કેજરીવાલે આપ્યો જવાબ

PC: twitter.com/AAPInNews

આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા અરવિંદ કેજરીવાલે આજે રામલીલા મેદાનમાં જનસભાને સંબોધિત કરી હતી, તેમણે ફ્રી યોજનાઓ પર વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપ્યો હતો. શપથગ્રહણ બાદ આપેલા ભાષણમાં અરવિંદ કેજરીવાલે ફ્રીની સરકારવાળા નિવેદનો પર વિપક્ષને ઘેરીને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, મારા પર લાનત છે જો હું દિલ્હીનો મુખ્યમંત્રી હોવ અને હું સરકારી સ્કૂલમાં ભણનારા બાળકો પાસે ફી લઉં. હોસ્પિટલમાં ઇલાજ કરવા આવેલા બીમારો પાસે દવાના પૈસા લઉં. અમુક લોકો કહે છે કે, હું બધું ફ્રી કરી રહ્યો છું. પરંતુ દોસ્તો આ દુનિયામાં જે કઇ અનમોલ વસ્તુ છે એ ભગવાને ફ્રી બનાવી છે. માતા જ્યારે પોતાના બાળકોને પ્રેમ કરે છે તે ફ્રી હોય છે. પિતા જ્યારે પોતાના બાળકનો ઉછેર કરવા રોટલી નથી ખાતો ત્યારે બાપની તપસ્યા ફ્રી હોય છે.

કેજરીવાલે કહ્યું હતું કે, શ્રવણ કુમાર જ્યારે પોતાના માતા-પિતાને લઇને તીર્થયાત્રા પર ગયા હતા અને જ્યારે તેમનું મૃત્યુ થયું હતું. શ્રવણ કુમારની સેવા પણ ફ્રી હતી. કેજરીવાલ પોતાના દિલ્હી વાળાને પ્રેમ કરે છે, આ પ્રેમ ફ્રી છે. તેની કોઇ કિંમત નથી.

Image

કેજરીવાલે પાસે માંગ્યા આશિર્વાદ

દિલ્હીના ત્રીજીવાર મુખ્યંત્રી બની ગયા બાદ અરવિંદ કેજરીવાલે તેમની જીતને પૂરી દિલ્હીની જીત ગણાવી. CM કેજરીવાલે કહ્યું, આ મારી જીત નથી, દિલ્હીની જીત છે. આ એક-એક વિદ્યાર્થીની જીત છે. તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે કામ કરવાની પણ વાત કરી. તેમણે કહ્યું કે, દિલ્હીના વિકાસ માટે તેમનો આશિર્વાદ પણ ઈચ્છું છું.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, પાછલા 5 વર્ષોમાં અમારા પ્રયત્નો રહ્યા છે કે દિલ્હીના દરેક પરિવારોના ઘરોમાં ખુશી અને રાહત લાવી શકીએ. અમારી એ જ કોશિશ રહી છે કે દિલ્હીનો વિકાસ કઈ રીતે કરીએ અને આવતા 5 વર્ષોમાં પણ અમારી આ જ કોશિશ રહેશે. દરેક લોકો પોતાના ગામે ફોન કરીને બોલી દો કે તમારો દીકરો CM બની ગયો, હવે ચિંતાની વાત નથી.

Image

તેમણે કહ્યું, ચૂંટણીમાં અમુક લોકોએ ભાજપા, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને વોટ આપ્યા. પણ હું સૌ કોઈનો CM છું. હું ભાજપા, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓનો પણ મુખ્યમંત્રી છું. પાછલા 5 વર્ષોમાં મેં કોઈની સાથે સાવકો વ્યવહાર કર્યો નથી. ભાજપાના વિસ્તારોમાં પણ મેં કામ કર્યું છે. દિલ્હીના 2 કરોડ લોકો મારો પરિવાર છે. તમને કોઈપણ કામ હોય, મારી પાસે આવી જજો. વિચારતા નહીં. હું સૌ કોઈનું કામ કરીશ.

CM કેજરીવાલે કહ્યું કે, દિલ્હી માટે ઘણું કામ કરવાનું છે. હું એકલો નહીં કરી શકું. હું સૌની સાથે મળીને કામ કરવા માગું છું. ચૂંટણીમાં ખૂબ રાજકારણ થયું. અમારા વિરોધીઓએ અમને જે પણ કહ્યું, તેમને મેં માફ કરી દીધા. હું વિરોધ પક્ષને નિવેદન કરું છું કે ચૂંટણી સમયે જે થયું તે ભૂલી જાઓ. બધા સાથે મળીને કામ કરીશું. અમે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરીશું. મેં PMને પણ આમંત્રણ આપ્યું હતું, પણ તેઓ વ્યસ્ત હતા માટે આવી શક્યા નહીં. દિલ્હીને આગળ વધારવા માટે હું પ્રધાનમંત્રીનો પણ આશીર્વાદ ચાહું છું.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp