કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે દિલ્હીમાં BJPના હારવાનું આપ્યું નવું કારણ

PC: everyupdates.in

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારે કહ્યું હતું કે, કોંગ્રેસનું અચાનક ગાયબ થઈ જવું એ જ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં BJPની હાર માટે જવાબદાર છે કારણ કે, તેને કારણે પાર્ટી અને AAPની વચ્ચે સીધી ટક્કર થઈ ગઈ. અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી AAPએ દિલ્હી વિધાનસભાની 70માંથી 62 સીટો પર જીત મેળવી જ્યારે BJP માત્ર 8 સીટો પર જ જીત મેળવી શકી હતી. કોંગ્રેસ સતત દિલ્હીની બીજી વિધાનસભા ચૂંટણીમાં પોતાનું ખાતું ના ખોલી શકી.

આ અંગે પ્રકાશ જાવડેકરે સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે, દિલ્હી ચૂંટણીમાં BJPની હાર કોંગ્રેસના આકસ્મિક ગાયબ થઈ જવાને કારણે થઈ છે. એ અલગ વિષય છે કે શું કોંગ્રેસ આપમેળે ગાયબ થઈ છે કે પછી લોકોએ તેને ગાયબ કરી દીધી છે કે પછી તેના વોટ બીજી જગ્યાએ (AAPની પાસે) ચાલ્યા ગયા. તેમણે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં 26 ટકા વોટ મેળવનારી કોંગ્રેસ દિલ્હી વિધાસનભા ચૂંટણીમાં માત્ર 4 ટકા જ વોટ મેળવી શકી હતી.

તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના ગાયબ થઈ જવાના કારણે BJP અને AAP વચ્ચે સીધી ટક્કર થઈ ગઈ. અમને પોતાના માટે 42 ટકા વોટ અને AAP માટે 48 ટકા વોટોનું અનુમાન હતું. પરંતુ અમારું અનુમાન બંને માટે ત્રણ ટકાથી વિફળ રહ્યું. અમને 39 ટકા વોટ મળ્યા, જ્યારે AAPએ 51 ટકા મેળવ્યા. પ્રકાશ જાવડેકરે વધુમાં કહ્યું હતું કે, ચૂંટણીમાં ઉતાર-ચડાવ તો થતા રહે છે, પરંતુ BJP આ તમામ બાબતોનું વિશ્લેષણ કરે છે.

આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ એ વાતનો પણ ઈનકાર કર્યો હતો કે, દિલ્હી ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવારને આતંકવાદી કહ્યા હતા. જોકે, એવું કહેતા તેમનો વીડિયો સાર્વજનિક પ્લેટફોર્મ્સ પર ફરી રહ્યો છે.

જણાવી દઈએ કે, ચૂંટણી પ્રચાર દરમિયાન BJP સાંસદ પ્રવેશ વર્માએ એક જનસભા દરમિયાન કેજરીવાલને આતંકવાદી કહ્યા હતા. 3 ફેબ્રુઆરીએ યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ પણ તેમની વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેજરીવાલ માસૂમ ચહેરો બનીને પૂછી રહ્યા છે કે, શું તેઓ આતંકવાદી છે, તમે આતંકવાદી છો અને તેના તમામ પુરાવા પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp