10 લાખનો શૂટ બનાવવા કરતા સારું છે પૈસા આમ આદમી પર ખર્ચ થાયઃ મનિષ સિસોદિયા

PC: youtube.com

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રવિવારે રામલીલા મેદાનમાં ત્રીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. કેજરીવાલ સિવાય તેમના મંત્રીમંડળના સહયોગી મનીષ સિસોદિયા, ગોપાલ રાય, સત્યેંદ્ર જૈન, કૈલાશ ગહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર પાલ ગૌતમ પણ શપથ લીધા હતા. શપથ લેવા પહેલા મનીષ સિસોદિયાએ નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 10 લાખનો સૂટ ખરીદવાથી સારું લોકોના પૈસા લોકો પર ખર્ચ કરવામાં આવે.

તેમને પૂછવામાં આવ્યુ હતું કે તમારા પર ‘ફ્રી’ની રાજનીતિ કરવાનો આરોપ લગાવવામાં આવે છે કે તમે લોકો ‘ફ્રી’માં વસ્તુઓ વહેંચો છો. આ બાબતે તેમણે હતું કે, ‘190 કરોડનું વિમાન ખરીદવો કે 10 લાખનો સૂટ ખરીદીને પહેરવા કરતા સારું છે કે લોકો પર પૈસા ખર્ચ કરવામાં આવે. તેમણે આગળ કહ્યું હતું કે, કેબિનેટમાં સારી 10 વસ્તુઓ કે જે કેજરીવાલની ગેરંટીમાં છે એ બધી વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવશે. થઇ શકે કે કેટલીક વસ્તુઓ 10 મહિનામાં થઇ જાય અને કેટલીક વસ્તુઓ માટે 3-4 વર્ષ પણ નીકળી જાય. જે મંત્રીને જવાબદારી આપવામાં આવશે તેને તે નિભાવશે.

આ પહેલા શનિવારે સિસોદિયાએ કહ્યું હતું કે ‘આ દિલ્હીના લોકો માટે ખૂબ મોટી જીત છે જેમણે કેજરીવાલ શાસનને અને વિકાસને મોડલ બનાવ્યું. આ એ લોકોની જીત છે જે દિલ્હીને વિશ્વસ્તરીય શહેર બનાવવાનું સપનું જૂએ છે અને તેના માટે અથાગ પ્રયાસો કરે છે. એ 50 લોકોને ‘દિલ્હીના નિર્માતા’ઓને એક વિશેષ મંચ પર મુખ્યમંત્રી સાથે બેસાડવામાં આવશે. તેમની સાથે સહયોગ કરતા સરકાર આવનારા 5 વર્ષોમાં પ્રભાવી રૂપથી દિલ્હીમાં વિકાસ કાર્યો અને યોજનાઓને આગળ વધારશે. અમારા 5 વર્ષ સારા હતા અને આવનાર 5 વર્ષો વધુ સારા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp